ભૂજોડી ઓવરબ્રિજનું કામ વર્ષો સુધી અટકેલું રહયું હતું. રાજયના મુખ્યપ્રધાન,નાયબ મુખ્યપ્રધાન, સહિત કચ્છના નેતાઓ સહિત સૌ કોઈ જવાબદારોએ આ પ્રશ્નનો રજુઆતો સમયે અનેક વખત દાવાઓ કર્યા છે.કામ શરૂ થતાં સાત વર્ષ લાગ્યા હતા. આટલા વર્ષોમાં અનેક વખત આ માર્ગે પસાર થવા સમયે જે અધિકારીઓ ઉભા નહોતા રહેતા, રાજકીય નેતાઓ મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે કામગીરી શરૂ થઈ છે. તેનું નિરિક્ષણ કરવા દોડી ગયા છે.
ભુજોડી પાસે રેલ્વે ઓવરબ્રીજની કામગીરી હાલે પ્રગતિ હેઠળ ચાલી રહી છે.આ બ્રીજમાં ગેબીઓન ડીઝાઇન ભૂકંપગ્રસ્ત ઝોન-5 પ્રમાણે ડીઝાઇન મંજૂર કરાઇ છે. તે એપ્રોચીસનું કામ પ્રગતિ હેઠળ છે. જયારે રેલ્વે લાઇન ઉપર ગર્ડરના લોન્ચીંગની કામગીરી હવે શરૂ થનાર છે. આ તમામ બાબતે આજે ભુજોડી ઓવરબ્રિજની ચાલતી કામગીરીની પ્રગતિ જોવા અર્થે જિલ્લા કલેકટર એમ.નાગરાજને મુલાકાત લઇ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.ત્યારે રાજકીય નેતાઓ જશ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે.