ગુજરાત

gujarat

કચ્છમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત, ફરી દરિયાઈ સીમામાંથી મળ્યું ડ્રગ્સ

By

Published : May 24, 2022, 10:12 PM IST

કચ્છના દરિયાઈ સીમામાંથી(Maritime boundary of Kutch) સતત ચરસના પેકેટો મળી આવ્યા છે. ભુજ BSFના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન(Bhuj BSF Team Patrolling) વારંવાર પાકિસ્તાનની બોર્ડર પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવતો હોય છે. આજે પણ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું.

કચ્છમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત, ફરી દરિયાઈ સીમામાંથી મળ્યું ડ્રગ્સ
કચ્છમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત, ફરી દરિયાઈ સીમામાંથી મળ્યું ડ્રગ્સ

કચ્છ:કચ્છમાં દરિયાઈ સીમાથી વારંવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ(Drugs found in Kutch) બન્યા છે. કચ્છના દરિયાઈ સીમામાંથી(Maritime boundary of Kutch) ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ BSFના જવાનોની ટીમને પેટ્રોલિંગ(Bhuj BSF Team Patrolling) દરમિયાન સેઠવારા બેટ વિસ્તારમાંથી ચરસનો 1 પેકેટ જપ્ત કર્યો છે. આ કેફી દ્રવ્યો સાંજના 5:30 કલાકે રોડાસર વિસ્તારમાંથી ચરસનો પેકેટ મળી આવ્યો હતો.

આ પણ વાંચો:Kutch Drug case: ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવવાનો સીલસીલો યથાવત

પાકિસ્તાનની બોર્ડર પરથી વારંવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી વારંવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે, ત્યારે હવે કચ્છના રોડાસર વિસ્તારના સેઠવારા બેટના(Sethwara bats of Rodasar area of Kutch) દરિયાઈ વિસ્તારમાંથી BSFના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે સાંજના 05:20 કલાકે ચરસનો 1 પેકેટ મળી આવ્યો છે.

આ પણ વાંચો:દરિયાઈ ડ્ર્ગ્સ સ્ટ્રાઈક : ગૃહ પ્રધાનની ચેતવણી - "જીતને ભેજોગે ઉતને પકડેંગે, વેલકમ ટૂ ગુજરાત જેલ...."

જુદી જુદી એજન્સીઓએ 1502 થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે -જપ્ત કરાયેલા પેકેટના પેકેજિંગ પર અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કાફે(Arabica Premium Egoist Cafe), વેલ્વેટ લખેલું છે. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખાઉ બંદર અને ક્રીક વિસ્તારમાંથી(Jakhou Port and Creek Area) આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1502થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details