ભુજ- નવરાત્રિનો તહેવાર હવે થોડા સમયમાં આવશે ત્યારે સ્વાભાવિક છે કે ગરબા શોખીન યુવક યુવતીઓમાં નવરાત્રિ તહેવારની ઉજવણી માટે ઉત્સાહ હોય છે. આ વર્ષે ખાનગી ધોરણે થતા દાંડિયારાસ આ વર્ષે મોકૂફ રખાયા છે, અને શેરી, સોસાયટી તેમજ ફળિયાઓમાં જ ગરબાનું આયોજન થશે.(Shree Vokla Paliya Garba Mitra Mandal ) છેલ્લાં અનેક વર્ષોથી નવરાત્રિમાં શેરી-ફળિયા ગરબીઓનું આકર્ષણ વધી રહ્યું છે.આગામી 25મી સપ્ટેમ્બરના શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો પ્રારંભ થવાનો છે, ત્યારે માતાજીની આરાધનાના પર્વ માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. (navaratri2022)
શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનુ કરાશે અનોખુ આયોજન સતત 43માં વર્ષે આયોજન- ગરબે રમવાની કચ્છીઓની આગવી પરંપરા રહેલી છે, ત્યારે આ વખતે 1966થી કાર્યરત શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા ફરી દર વર્ષેની જેમ નોબત અને ઓરગન પર નિ:શુલ્ક રાસ રમાડવામાં આવશે. તેવું શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળના પ્રમુખ રામલાલ ભાઈ ઠકકરે જણાવ્યું હતું. કોરોનાના બે વર્ષ બાદ તહેવારોમાં ફરી રોનક આવી રહી છે, અને લોકો હોંશભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજની મુખ્ય અને મહત્વની ગરબી ગણાતી વોકળા ફળિયા ખાતે નવરાત્રિમાં વર્ષો જૂના એક સમયે ફળિયા સંસ્કૃતિ ગરબી તરીકે ઉજવાતી તેવો માહોલ આ વર્ષે ફરી જોવા મળશે. ભુજમાં વર્ષો જૂના પ્રચલિત વોકળા ફળિયામાં પણ શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા પણ સતત 43માં વર્ષે ગરબી મિત્રમંડળ દ્વારા આયોજન કરાયું છે.
જનતા માટે નવું કરવાનો પ્રયાસ- વોકળા ફળિયામાં શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા હર હંમેશ ભુજની જનતા માટે નવું કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે ગત વર્ષે ગરબા રસિકોને આકર્ષવા માટે તથા હાસ્યરસ સાથે મનોરંજન પૂરું પાડવા માટે ગરબી મિત્ર મંડળના જે કાર્યકર્તાઓ છે, તેમના કાર્ટૂન સ્વરૂપી ચિત્રોને જ્યાં ગરબી યોજાય છે. દીવાલ પર ભુજના ચિત્રકાર દ્વારા કંડારવામાં આવ્યા હતા.એક બાજુ ગરબી મંડળના પંડાલમાં લોકો રાસ રમી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ગરબી મિત્ર મંડળના કાર્યકર્તાઓના કાર્ટૂન સ્વરૂપી ચિત્ર દોરવામાં આવ્યા હતા.
બાળાઓને અનેક ઈનામ- ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા નાની બાળાઓ કે જે માતાજીનું સ્વરૂપ છે, તેમના માટે ગરબા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.3 જુદાં જુદાં રાઉન્ડમાં નાની વયથી તરૂણ વય સુધીની બાળાઓ માતાજીના ગરબા રમશે, અને દરેક બાળાઓને અનેક ઈનામ આપવામાં આવશે. નવરાત્રિના નવે નવ દિવસ ગરબા રમવા માટે આવતી બાળાઓને અનેક ઈનામ આપવામાં આવશે, અને છેલ્લાં દિવસે બાળાઓને મોટું ઈનામ આપવામાં આવશે.
24 કુંડી ગાયત્રી હવનનું પણ આયોજન- શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા યોજાતા ગરબામાં કુલ 4 રાઉન્ડમાં ગરબા રમવામાં આવતા હોય છે.તો 8માં નોરતે અહીં 24 કુંડી ગાયત્રી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ગરબી મંડળના અનેક ચાહકો છે, અને કચ્છના દૂર દૂર ગામડાઓમાંથી પણ ગરબા શોખીન લોકો અહીં રાસની રમઝટ રમવા અને માણવા આવતા હોય છે.