ગુજરાત

gujarat

ETV Bharat / state

National Kamala Devi Award 2021: રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર 2021 માટે કચ્છના 4 કારીગરોએ મેદાન માર્યું - પરંપરાગત હસ્તકલા

કચ્છ જિલ્લામાં અનેક પ્રકારની કલા કારીગરી( Kutch art workmanship )માટે પ્રખ્યાત છે. કચ્છના અનેક કારીગરોએ દેશ વિદેશમાં પોતાની કળાની સુવાસ ફેલાવી છે અને અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. 2021ના રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર(National Kamala Devi Award 2021) માટે દેશભરના 10 કારીગરોમાંથી કચ્છના 4 કારીગરોને પણ પસંદ કરાયા છે.

National Kamala Devi Award 2021: રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર 2021 માટે કચ્છના 4 કારીગરોએ મેદાન માર્યું
National Kamala Devi Award 2021: રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર 2021 માટે કચ્છના 4 કારીગરોએ મેદાન માર્યું

By

Published : Mar 11, 2022, 3:56 PM IST

કચ્છઃ આ વર્ષે પણ દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે. 2021ના રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે સમગ્ર (National Kamala Devi Award 2021)દેશમાંથી 10 કારીગરની પસંદગી કરાઈ હતી. તે પૈકી ચાર કારીગરો કચ્છના છે. જેમાં ધમડકાની બ્લોક પ્રિન્ટ, ભુજની બાંધણી, નિરોણાના રોગાન આર્ટ અને વણાટકલાની (Rogan art and weaving)પસંદગી કરવામાં આવી છે. આ યુવા કારીગરોને 18મી માર્ચના ઓનલાઈન પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

: રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર

ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 2015થી આપવામાં આવે છે કમલા દેવી પુરસ્કાર

રાષ્ટ્રીય કમલા દેવી પુરસ્કાર પરંપરાગતહસ્તકલા (Traditional crafts)સાચવવા યુવાનો આગળ આવે તે હેતુથી ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(Craft Council of India ) દ્વારા વર્ષ 2015 થી આ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. આ પુરસ્કારમાં 20,000 રૂપિયા રોકડ, પદક,અંગવસ્ત્ર, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પુરસ્કાર માટે થીમબેઝકલાના નમૂનાની તસવીરો અને માહિતી ચેન્નઈ સ્થિત ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પહોંચાડવાની હોય છે.

પુરસ્કાર માટે થીમ બેઝ કલેક્શન બનાવી તસવીરો અને માહિતી મોકલવાની

રાષ્ટ્રીય કમલાદેવી પુરસ્કાર (National Kamaladevi Award)માટે જુદી જુદી કેટેગરી હોય છે. જેમાં યુવા કલકારો, માસ્ટર કલાકારો, હસ્તકલા યોગદાન સમાવેશ થાય છે. આ પુરસ્કાર માટે થીમ બેઝ કલેક્શન બનાવવાનું હોય છે. કંઈ રીતે આ ક્રાફટ બનાવવામાં આવ્યું છે, તેમજ કલેક્શનના ફોટોસ અને અન્ય માહિતી મોકલવામાં આવતી હોય છે.

દેશભરમાં 10 કારીગરોની પસંદગી, કચ્છના 4 કારીગરો

દેશમાંથી કમલાદેવી પુરસ્કાર માટે 10 કારીગરોની પસંદગી કરવામાં આવી છે.જેમાં કચ્છના 4 કારીગરો પૈકી રોગાન કલા માટે નિરોણાના મોહમ્મદ રિઝવાનને તથા બાંધણી માટે ભુજના યુવા કસબી અબ્દુલ વહાબ ખત્રીને આ કમલાદેવી કલા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃકચ્છના રણોત્સવ દરમિયાન થયા છે 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવાનું વેચાણ

નિરોણાના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળા જીવંત રાખી

નિરોણાના રોગાન કળાના કારીગર મોહમ્મદ રિઝવાન ખત્રીએ જણાવ્યું હતું કે તેઓએ આ પુરસ્કાર માટે રોગાનના રંગોથી સજાવેલા ફેન્સી વસ્ત્રોના ફોટા મોકલાવ્યા હતા. આ રોગાન આર્ટ કળા 400 વર્ષ જૂની કળા છે. રોગાન આર્ટ છે તેમાં કે રંગો હોય છે તે એરંડિયા તેલમાંથી બને છે. તેલને ઉકાળ્યા બાદ 2 દિવસ તેની જંગલમાં પ્રોસેસ ચાલે છે પછી તે રબરના ફોર્મમાં તે આવી જાય છે અને સાથે સાથે માટીના રંગ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ માટીના રંગોમાં માત્ર ગણેલા 5થી 6 રંગો જ આવે છે. આ કળાની વિશેષતા એ છે કે આ કળામાં કોઈ પણ જાતનું ચિત્રકામ કર્યા વગર ફ્રી સ્ટાઈલમાં સીધે સીધું રોગાન આર્ટ કરવામાં આવે છે.

રોગાન આર્ટિસ્ટને કળા જીવંત રાખવા તેમજ અન્યોને શીખવાડવા બદલ એવોર્ડ

આ રોગાન આર્ટની કળામાં સમય વધારે લાગે છે. એક A4 સાઈઝના કાપડ પર કળા કરતા 2થી 3 દિવસો લાગે છે.અમુક આર્ટિકલ 1 મહિના 1 વર્ષમાં બને છે. મોહમ્મદ રિઝવાન એ અગાઉ 2016નો સ્ટેટ એવોર્ડ 2017માં લેકમે ફેશન એવોર્ડ તેમજ 2019માં પેરિસ ફેશન મેળવ્યા છે. તો આ કમલા દેવી એવોર્ડ આ લુપ્ત થતી રોગાન કલાને જીવંત રાખવા તેમજ ગામની સ્થાનિક 45 જેટલી મહિલાઓને શિખડવા માટે તેમને આપવામાં આવ્યો છે તેવું મોહમ્મદ રીઝવાને જણાવ્યું હતું.

ભુજના યુવા કારીગરને યંગ આર્ટીઝન એવોર્ડ

ભુજની બાંધણી માટે કમલાદેવી પુરસ્કાર માટે પસંદગી પામેલા યુવા કારીગર અબ્દુલ વહાબ ખત્રીએ જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ-6 વર્ષથી આ બાંધણીનું કામ કરી રહ્યો છે. 2017ના એક વર્ષના અભ્યાસ બાદ કોલેજ છોડી આદિપુરની સમય કલા વિદ્યાલયમાંથી ફેશન ડિઝાઈનરની તાલીમ તેણે મેળવી છે. ઉપરાંત આ વર્ષે તેને યંગ આર્ટીઝનનો એવોર્ડ જાહેર થયો છે જેમાં તેણે બે સ્ટોલ અને બે સાડી પસંદગી માટે મોકલી હતી.
આ પણ વાંચોઃજાણો સરહદી ગામ કુરનના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

ABOUT THE AUTHOR

...view details