ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલો: આરોપીઓને આશરો આપનાર નરવીરસિંહ સરવૈયા ઝડપાયો - કચ્છ પોલીસ

કચ્છમાં મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં ત્રણ આરોપીઓને આશરો આપનારો આરોપી નરવીરસિંહ સરવૈયા રાજસ્થાનથી ઝડપાયો હતો. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કાંડમાં 8 લોકો સામે ફરિયાદ થયા બાદ 6 પોલીસ કર્મચારીઓ આ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના આરોપીઓને આશરો આપનારો આરોપી નરવીરસિંહ સરવૈયા રાજસ્થાનથી ઝડપાયો
મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના આરોપીઓને આશરો આપનારો આરોપી નરવીરસિંહ સરવૈયા રાજસ્થાનથી ઝડપાયો

By

Published : Feb 12, 2021, 11:03 AM IST

  • મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના આરોપીઓને સહારો આપનારો ઝડપાયો
  • કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી હતી
  • 2 આરોપી પોલીસ કર્મચારીઓ હજી પણ ફરાર હોવાનું જણાયું

કચ્છ: જિલ્લાના મુન્દ્રામાં એક વ્યક્તિના કસ્ટોડિયલ ડેથમાં કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એક PI અને એક જી.આર.ડી. જવાનની ધરપકડ થઈ ગઈ છે. જોકે, હજી પણ પાંચ આરોપી પોલીસ જવાન ફરાર છે. પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા જાહેર કર્યું છે કે, જો કોઈ તેમને સહારો કે આશરો આપશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે.

પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આ કસ્ટોડિયલ ડેથમાં ત્રણ આરોપી શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાદ સામેલ છે. આ ત્રણેયને આશરો આપનારો તેમનો મિત્ર નરવીરસિંહ ગણપતસિંહ સરવૈયાનું નામ ખૂલ્યું હતું. જોકે, પોલીસે તેની રાજસ્થાનના માઉન્ટ આબુથી ધરપકડ કરી હતી. બે યુવાનોના મોત મામલે પાછળથી જેનું નામ સામે આવ્યું હતું તેવા કપીલ અમૃતલાલ દેસાઈના ઘરની ઝડતી દરમિયાન સેટી પલંગમાંથી દારૂની 6 બોટલ, દોઢ લાખ રૂપિયા રોકડા સહિત 1.58 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details