વાયુસેનાના પરાક્રમ અને શોર્યને પ્રદર્શિત કરવા દેશભરમાં એર શો આયોજનનું વાયુસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુર્યકિરણ એડવેન્ચરે કચ્છની નલિયા એરબેઝ ખાતે વાયુસેનાનાં સ્થાપના દિનના ઉપલક્ષમાં આ એર શો યોજાયો હતો.
નલિયામાં એરફોર્સના દિલધડક કરતબ
કચ્છઃ વાયુસેનાના પરાક્રમ અને શક્તિનુ પ્રદર્શન કરતા સુર્યકીરણના જાંબાજ જવાનોએ શુક્રવારે કચ્છના નલિયા એરબેઝ ખાતે દિલધડક કરતબો કરી સૈન્યની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. કરતબ જોઈ ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભારતીય વાયુસેનામાં જોડાવા યુવાનો આકર્ષાય અને આકાશી શક્તિનો ખ્યાલ નાગરીકોને કરાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો.
મીરાઝ-સુખોઇ અને મીગ-21 જેવા અનેક લડાકુ વિમાનની આકૃતિ હવામાં સર્જવી વ્રજ, વાઇડ એન્ગલ ડાયમંડર-રો અને થન્ડર બોલ જેવા આકાર સર્જી અનેક કરતબો શુક્રવારે નલિયામાં આયોજીત બે દિવસીય એર શોમાં વાયુસેનાના નાનકડા સુર્યકિરણ વિમાનોએ સર્જયા હતા. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આયોજીત કાર્યક્રમનાં ઉદ્દેશ વિષે વાત કરતા નલિયા એરબેઝના એર કોમોડોરએ જવાનોના શોર્યને બીરદાવ્યો હતો.
આ એર શોમાં શાળાના બાળકો અને સામાન્ય જનતા માટે બે વિશેષ શોનું આયોજન બે દિવસ માટે કરાયું હતું. એરફોર્સ જવાનોના આકાશી કરતબો જોઇ સૌ કોઇ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તો યુવાનોને સૈન્યમાં જોડાવાની પ્રેરણા મળી હતી.