સુસવાટા મારતો પવન અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ગુરૂવારે ભુજમાં વહેલી સવારે જોવા મળતો નજારો મહદ અંશે બદલાયેલો જોવા મળ્યો હતો. ઠંડીમાં બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. ઠંડીના કારણે લોકોમાં સુસ્તીનું પ્રમાણ વધે છે, જે કારણે લોકો મોટાભાગનો સમય પથારીમાં રહેવાનું પસંદ કરે છે.
ભુજ બન્યુ 'શીત' શહેર, જનજીવન પર કોલ્ડવેવનો પ્રભાવ
કચ્છઃ જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. હજુ બે દિવસ કાતિલ ઠંડીની લહેરની આગાહી વચ્ચે રાજ્યના સૌથી ઠંડા શહેર ભૂજનું જનજીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જો કે, ગુરૂવારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે.
ઠંડાગાર ભુજની સવાર, જૂઓ જનજીવન પર કોલ્ડવેવની અસર
સવારે મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગરીબો અને પશુ-પંખીઓની હાલત દયનીય છે. આ ઠંડીને કારણે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી રહ્યા છે. આંકડામાં દેખાતી અને અનુભવાતી ઠંડીમાં ઘણો ફરક છે, તેવું લોકો જણાવી રહ્યા છે.