ગુજરાત

gujarat

ETV Bharat / state

મતગણતરીના દિવસે 750થી વધુ કર્મચારી બજાવશે ફરજ, ત્રિસ્તરીય સુરક્ષા રહેશે તૈનાત

કચ્છની છ વિધાનસભા બેઠક(Six assembly seats of Kutch) પર હાથ ધરાયેલા મતદાન પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. લોકશાહીના પર્વને (Festival of Democracy) પોતાના કિંમતી વોટ દ્વારા ઊજવવાના અવસર માટે કચ્છના 59.80 ટકા મતદાતાઓ આગળ આવ્યા હતા. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2017ની ચુંટણીની સરખામણીએ મતદાનમાં 4.15 ટકા જોવા મળ્યો હતો.

મતગણતરીના દિવસે 750થી વધુ કર્મચારી બજાવશે ફરજ, ત્રિસ્તરીય સુરક્ષા રહેશે તૈનાત
મતગણતરીના દિવસે 750થી વધુ કર્મચારી બજાવશે ફરજ, ત્રિસ્તરીય સુરક્ષા રહેશે તૈનાત

By

Published : Dec 6, 2022, 1:37 PM IST

કચ્છની છ વિધાનસભા બેઠક(Six assembly seats of Kutch) પર હાથ ધરાયેલા મતદાનપર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. લોકશાહીના પર્વને પોતાના કિંમતી વોટ દ્વારા ઊજવવાના અવસર માટે કચ્છના 59.80 ટકા મતદાતાઓ આગળ આવ્યા હતા. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2017ની ચુંટણીની સરખામણીએ મતદાનમાં 4.15 ટકા જેટલો ઘટાડો થયો હતો. તારીખ 8મી ડિસેમ્બરે એન્જિનિયરિંગ કોલેજ (College of Engineering) ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષાકવચ ગોઠવવામાં આવશે.

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણકચ્છની છ બેઠક માટે મતદાન(Six assembly seats of Kutch) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હવે તંત્ર દ્વારા ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે તારીખ 8મી ડિસેમ્બરે હાથ ધરાનારી મતગણતરીને પાર પાડવા માટે વહીવટી તંત્ર સજજ બન્યું છે. મતગણતરીના સ્થળ ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. મતગણતરીના આ કાર્યને પાર પાડવા માટે 125 માઈક્રો ઓબઝર્વર સહિત 750થી વધુ કર્મચારી ફરજ બજાવશે.

વેબ કાસ્ટિંગનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી(Deputy District Election Officer) ભરત પટેલે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભુજની ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે કરવામાં આવશે.ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે. 20 જેટલા સીસીટીવી કેમેરા મારફત સુરક્ષા વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવા સાથે મતગણતરી કેન્દ્રની આ સુરક્ષા કામગીરીનું 24 કલાક વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
માઈક્રો ઓબઝર્વરમતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરતા પૂર્વે ત્રિસ્તરીય સુરક્ષા કવચમાંથી પસાર થવું પડશે. મતગણતરી કેન્દ્રના બહારના ભાગે સ્થાનિક પોલીસ દ્વારા આનુષંગિક સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવશે. એ પછી બીજા ચરણમાં એસઆરપી અને મતગણતરીના મુખ્ય પ્રવેશદ્વાર અને મતગણતરી કક્ષની સુરક્ષા વ્યવસ્થા સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા સંભાળવામાં આવશે. મતગણતરીની કામગીરીમાં જોડાયેલા 125 જેટલા માઈક્રો ઓબઝર્વરને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવી હતી, તો કાઉન્ટિંગ સુપર વાઈઝર સહિતના સ્ટાફને વિધાનસભા બેઠકના નિયુક્ત ચૂંટણી અધિકારીઓ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
પોસ્ટલ બેલેટમતગણતરીના સવાર સુધી મળેલા પોસ્ટલ બેલેટના મત ગણતરીમાં લેવાશે. મતગણતરી સવારે આઠ વાગ્યે શરૂ થશે તે પૂર્વે સવારે સાત વાગ્યા સુધી મળેલા પોસ્ટલ બેલેટના મતોને (Postal Ballot Counting) ગણતરીમાં આવરી લેવાશે. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે કરવામાં આવશે. અત્યાર સુધી 5000થી વધુ પોસ્ટલ બેલેટ મળી ચૂકયા છે. સરકારી કર્મચારીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો ઉપરાંત સેવા મતદાર તેમજ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટમાં આવરી લેવાયા છે. મતગણતરી માટે છ કાઉન્ટિંગ રૂમ બનાવાયા છે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં રાપર, પહેલા માળે ભુજ, ગાંધીધામ અને માંડવી તો બીજા માળે અંજાર અને અબડાસા બેઠકની ગણતરી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details