કચ્છઅહીં વીડિયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે કોઈ વિદેશના નહીં, પરંતુ આપણા ગુજરાતના કચ્છ જિલ્લાના છે. આ દ્રશ્યો છે મિની તરણેતરના મેળાના. અહીં સૌથી મોટો મેળો એ મિની તરણેતરના મેળા (Mini Tarnetar Melo inauguration in Kutch) તરીકે ઓળખાય છે. સાંસદ વિનોદ ચાવડાએ (MP Vinod Chavda) રિબીન કાપીને 4 દિવસીય આ મોટા યક્ષના ભાતીગળ લોકમેળાને ખૂલ્લો મૂક્યો હતો. 17 એકરમાં યોજાયેલા આ મેળામાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
129 વર્ષ જૂના પરંપરાગત મેળાનો થયો પ્રારંભમોટા યક્ષના ભાતીગળ લોકમેળો જિલ્લાનો સૌથી મોટો મેળો છે. યક્ષ મેળાનું અનેરું મહત્વ છે ને આ પરંપરાગત મેળો 129 વર્ષ જૂનો છે. જૂના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા નહતું. ટાંચા સાધનો હતા. તે સમયના નાના મોટા વેપારીઓ મેળામાં (Mini Tarnetar Melo inauguration in Kutch) આવતા આજે પણ અહીં આવે છે. ત્યારે હજારો લોકોની રોજગારી માટેનું પણ સાધન આ મેળો બન્યું છે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે. મેળામાં માર્કેટિંગ થાય છે. તે એક પ્રકારની આત્મનિર્ભરતા દર્શાવે છે.
લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છેકચ્છનો આ મેળો મિની તરણેતરનો મેળો (Mini Tarnetar Melo) તરીકે ઓળખાય છે, જે ચાર દિવસ માટે ખૂલ્લો મૂકાયો છે. તો આ મેળામાં (Mini Tarnetar Melo inauguration in Kutch) કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ આવે છે. 4 દિવસીય મેળામાં મનોરંજન તેમ જ દરેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ, ચગડોળ સહિતનાં સાધનો હોય છે. જ્યારે આજૂબાજૂના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની (ખીર મીઠા ભાત) પહેડી પણ કરે છે. તો આ લોકો અહીં યક્ષ (history of the yaksha) બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરાંત લગ્ન થયેલા નવા જોડલા હોય કે નાનું બાળક અહીં અચૂક શિશ ઝૂકાવે છે. આ મંદિરનો ઈતિહાસ પણ સદીઓ પૂરાણો છે.