ગુજરાત

gujarat

ભુજ સહિત સમગ્ર કચ્છમાં હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

By

Published : Aug 22, 2020, 9:07 AM IST

સૂકા મલક કચ્છમાં મેઘરાજાએ છેલ્લા પાંચ દિવસથી ડેરા-તંબુ તાણ્યા હોય તેમ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે ભુજમાં એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં છેવાડાના અંતરિયાળ લખપતમાં મેઘરાજાએ ચાર ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

ભુજ
ભુજ ભુજ

કચ્છ/ભુજ: સૂકા મલક કચ્છમાં મેઘરાજાએ છેલ્લા પાંચ દિવસથી ડેરા-તંબુ તાણ્યા હોય તેમ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે ભુજમાં એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં છેવાડાના અંતરિયાળ લખપતમાં મેઘરાજાએ ચાર ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

બે સિસ્ટમ સાથે કચ્છમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પાટનગર ભુજમાં મેઘરાજાએ એક કલાકમાં 55 મીમી પાણી વરસાવીને શહેરને પાણી પાણી કરી દીધું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત લખપત, નખત્રાણા, માંડવી સહિતના શહેરોમાં પણ વરસાદ નોંધાયો હતો.

ભુજ સહિત સમગ્ર કચ્છમાં હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

સત્તાવાર આંકડાઓ મુજબ જિલ્લામાં અંજારમાં 52 મીમી સાથે સિઝનનો કુલ વરસાદ 829 મીમી પર પહોંચ્યો છે. ગાંધીધામમાં 30મી સાથે કુલ વરસાદ 829 મીમી જ્યારે નખત્રાણામાં 41 મીમી વરસાદ સાથે 626 મીમી વરસાદ નોંધાયો છે. ભુજમાં 58 મીમી વરસાદ સાથે આ સીઝન દરમિયાન 554 મીમી વરસાદ પડ્યો છે. માંડવીમાં વધુ 22 મીમી વરસાદ સાથે બે રાઉન્ડ મળીને કુલ 1188 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે લગભગ તાલુકામાં આજે 95 મીમી વરસાદ સાથે વરસાદના બે રાઉન્ડ મળીને કુલ 380 મીમી વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સારા વરસાદને પગલે અનેક તળાવો છલકાઇ ગયા છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. હાલ જિલ્લામાં તળાવ, નદી, ડેમમાં નાહવા પડવાથી બે લોકોના જ્યારે તણાઈ જવાથી પાંચ લોકોના મોત થયાં છે. તંત્ર નદી નાળા તળાવ, ડેમમાં નાહવા સામે સાવચેતી અને તકેદારી રાખવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details