કચ્છ : ઉનાળાની સીઝન થતાં લોકો કેસર કેરી તરફ વધુ ધ્યાન ખેંચાતુ હોય છે. જ્યારે આ વર્ષે કેરીના ઉત્પાદનને લઈને કચ્છના નાયબ બાગાયત નિયામક અધિકારીના જણાવ્યા કે કચ્છમાં 10600 હેક્ટરમાં કેરીનું (Mango Cultivation in Kutch) વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે કેરીના પાકનું કરાયેલા વાવેતરમાંથી 70 થી 80 ટકા કેરીનું (Mango season 2022) પાક કચ્છમાં થાય છે.ત્યારે આ વર્ષે 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે.
આ પણ વાંચો :Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ
કચ્છમાં દર વર્ષે અંદાજે 65,000 મેટ્રિક ટન ઉત્પાદન
કચ્છ જિલ્લામાં થતા કેરીનું વાવેતર માંથી એવરેજ 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. બજારમાં કચ્છની કેસર કેરીની માંગ પણ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતો નવા 300થી 400 હેક્ટરમાં કચ્છીકેસર કેરીનું વાવેતર (Mango Production in 2022) કરવામાં આવ્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જેથી કરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.