લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહ્યાં છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવે છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે.
કચ્છમાં પાકિસ્તાન તરફથી આવતા તીડનું આક્રમણ, 25 વર્ષે ફરી ખેડુતોમાં ચિંતા
કચ્છઃ લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારના હરામીનાળામાં પાકિસ્તાનીઓની ઘુસણખોરીના સમાચાર સાંભળ્યા હશે. પરંતુ, આ વખતે પાકિસ્તાન તરફથી આવેલી તીડ એ લખપત અને આસપાસના ખેડુતો માટે સમસ્યા પેદા કરી દીધી છે.
કચ્છમાં પાકિસ્તાન તરફથી આવતા તીડનું આક્રમણ, 25 વર્ષે ફરી ખેડુતોમાં ચિંતા
તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. પણ ગુનાઉ વિસ્તારમાં તો કેટલાક ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે.