કચ્છઃ RSSના જિલ્લા સઘં સંચાલક હિમંતસિંહ વસણ અને સૌરાષ્ટ્ર પ્રાંતના સેવાપ્રમુખ નારાણ વેલાણીની આગેવાનીમાં કચ્છભરમાં વિવિધ મદદ સાથે સેવા કરવામાં આવી રહી છે. 2734 લોકોને ઉકાળો પીવડાવાયો હતો. તેમજ 8650 લોકોનો હોમિયોપેથીક ડોઝ અપાયા હતા.
લોકડાઉનઃ RSS અને સાજિક સંસ્થા દ્વારા કચ્છભરમાં લોકોને જરૂરી મદદ પહોંચાડાઈ - latest news of corona virus
કચ્છમાં રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ દ્વારા વિવિધ કામગીરી સાથે કોરોના મહામારી વચ્ચે ખડેપગે સેવા આપવાની જારી રાખ્યું છે. તો બીજીતરફ ભૂજના માધાપરની અપર્ણ સંસ્થા દ્વારા કચ્છના 51 ગામોમાં ગાયના નિરણ સહિતના સેવા ચાલી રહી છે.
Kutch
આ ઉપરાંત 16 હજાર રાશનકીટ, 1050 લોકોને ભોજન, 3500 માસ્ક, આઠ ગામોમાં દવા છંટકાવ, 1383 પરપ્રાંતિય શ્રમિકોને મદદ કરવામાં આવી છે. આમ, કચ્છના 100થી વધુ ગામો અને શહેરી વિસ્તારમાં સંઘના 900 જેટલા કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે.