કચ્છઃ બોલેલું અને ધારેલું કરવાની શક્તિ જેનામાં છે તે એટલે યુવા. આજે ત્યારે કચ્છના એક યુવાને સાહસ ખેડીને બાઈક રેસિંગની દુનિયામાં (youth debut in bike racing) પદાર્પણ કર્યું છે. ભુજનો આ યુવાન બાઈક રેસિંગના રસ્તે આગળ વધી (A career in bike racing) રહ્યો છે. બાઈક રેસર અમન સુકેતુ સાવલા કે, જે ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂક્યો છે અને તે કચ્છ તથા ગુજરાતનો એકમાત્ર ક્વાલિફાઈડ રેસર (Youngster from Kutch is the only qualified racer from Gujarat) પણ છે.
કચ્છનો યુવાન મોટરસાયકલ રેસિંગમાં વધ્યો આગળ -બાઈક રેસર અમન સાવલાએ ચેન્નઈની પ્રતિષ્ઠિત રજની એકેડેમી ઑફ કોમ્પિટેટીવ રેસિંગમાંથી (Chennai Rajni Academy of Competitive Racing) લેવલ એકથી લેવલ ત્રણ સુધીનો મોટરસાયકલ રેસિંગનો કોર્સ કર્યો (Course of motorcycle racing) છે. ને હવે સરહદી જિલ્લા કચ્છમાં પણ બન્ની વિસ્તારમાં એક રેસિંગ સર્કિટ અને મોટર સ્પોર્ટ્સ સુવિધા વિકસાવવાની ઈચ્છા સાથે પોતાના પ્રયત્નો શરૂ કર્યા છે.
કચ્છનો યુવાન મોટરસાયકલ રેસિંગમાં વધ્યો આગળ ઑટોમેટિવ ફિલ્ડમાં જાણિતી કંપનીઓના શો રૂમમાં નોકરી કરી -બાઈક રેસર અમનને (Youngster from Kutch is the only qualified racer from Gujarat) કિશોર વયથી જ ટિવી પર મોટર સ્પોર્ટ્સ જોતાં ત્યારે બાઈક રેસિંગ અને મોટર સ્પોર્ટ્સમાં બહુ રસ પડતો હતો. ત્યારથી તેણે નક્કી કર્યું હતું કે, તેને આ લાઈનમાં જ આગળ જવું છે અને ભુજમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે તેના રસના વિષયમાં એટલે કે, ઑટોમેટિવ ફિલ્ડમાં ખાનગી મોટરસાઈકલની જાણિતી કંપનીઓના શો-રૂમમાં નોકરી કરી હતી.
ચેન્નઈની રજની એકેડેમી ઑફ રેસિંગમાં કોર્સ કર્યો -સ્પોર્ટ્સ બાઈકના શોરૂમમાં નોકરી કરતો હતો. તે દરમિયાન અમને મોટરસાઈકલને સંલગ્ન તમામ જ્ઞાન અને અનુભવ મેળવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ બાઈકની વેબસાઈટ ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને ભારતમાં ચેન્નઈ અને કોઈમ્બતૂર મોટર સ્પોર્ટ્સ માટેની એકેડેમીઓ ચાલી રહી છે તેવું જાણવા મળ્યું હતું. એટલે તેણે વર્ષ 2019માં ચેન્નઈની રજની એકેડેમી ઑફ રેસિંગમાં (Chennai Rajni Academy of Competitive Racing) લેવલ- 1, 2અને 3ની મોટર સ્પોર્ટ્સ બાઈક રેસિંગનો કોર્સ (Course of motorcycle racing) પૂર્ણ કર્યો હતો.
બાઈક રેસિંગ એ ખૂબ જ ખર્ચાળ રમત છે ચેમ્પિયન ગુરૂ પાસેથી લીધું માર્ગદર્શન -મોટર સ્પોર્ટ્સ બાઈક રેસિંગના કોર્સ અંગે (Course of motorcycle racing) વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, પહેલું લેવલ પ્રાથમિક બાબતોનું હોય છે અને પછીના લેવલ એડવાન્સ હોય છે. દરેક લેવલ પછી ઘણા દિવસ સુધી રેસિંગની સતત પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. અહીં 10 વખત ઈન્ડિયન ચેમ્પિયન બનેલા રજની ક્રિષ્નન સરનો (Chennai Rajni Academy of Competitive Racing) તેને સતત માર્ગદર્શન મળ્યું છે. તો પ્રખ્યાત રાષ્ટ્રીય એથલિટ દિપક રવિ કુમાર, યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરનાર શરદ કુમાર તેમ જ જાણીતા ડચ રાઈડર એન. ઈ. વેન જેવા દિગજના માર્ગદર્શનમાં અમને કોચિંગ મેળવ્યું છે.
આ પણ વાંચો-સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ
રેસિંગમાં ગતિની સાથે સંતુલન અને ટેકનિક ખૂબ જ મહત્વની -પોતાના બાઈક રેસિંગના સફર અંગે વાતચીત કરતા અમને જણાવ્યું હતું કે, ખાસ તો મોટર સ્પોર્ટ્સ એ માર્ગ પર ઝડપથી બાઈક ચલાવીને અન્ય વાહનચાલકોને પરેશાન કરવાની રીત નથી. તેમાં ગતિની સાથે સંતુલન અને શેષ તથા ટેકનિક વગેરે બાબતોમાં આવું મહત્વની હોય છે. મોટર સ્પોર્ટ્સ બાઈક રેસિંગમાં ત્રણ લેવલ પાર કરી જાવ એટલે અધિકૃત સંસ્થા ફેડરેશન ઑફ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઈન્ડિયાની બાઈક રાઈડરને માન્યતા પણ મળે છે.
નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ગુજરાતમાંથી એક માત્ર -વર્ષ 2021માં અમને ચેન્નઈમાં જ ઈન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપમાં (Indian National Motorcycle Racing Championship) ભાગ લીધો હતો અને 165 સીસીની પ્રોસ્ટોકની ગૃપ સીની કેટેગરી માટે તે ગુજરાતનો એકમાત્ર રેસર તો હતો જ સાથે સાથે તે સમગ્ર પશ્ચિમ દેશનો પણ એક માત્ર બાઈક રેસર (Youngster from Kutch is the only qualified racer from Gujarat)) હતો. યુવકે જણાવ્યું હતું કે, અમે જેમની પાસે કોચિંગ લીધું છે અને સતત જેમનું માર્ગદર્શન મેળવ્યું છે અને જે રેસરો વર્ષોથી મોટી મોટી સ્પર્ધામાં ભાગ લે છે. તેમની સાથે પહેલી વાર ભાગ લઈને બાઈક રેસિંગ કર્યું હતું અને નવમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ પણ વાંચો-જ્ઞાન અને કળાનો ભંડાર ધરાવતા પ્રોફેસરે 'કોલંબસ' બની કરી નવી શોધ
બાઈક રેસિંગ ખૂબ જ ખર્ચાળ રમત -યુવકે વધુમાં જણાવ્યું હતું કે, બાઈક રેસિંગ એ ખૂબ જ ખર્ચાળ રમત (Very expensive game of bike racing ) છે. ક્રિકેટ અને હૉકીના સાધનો કરતાં પણ બાઈક રેસિંગના ઈક્વિપમેન્ટ મોંઘા (Expensive bike racing equipment) હોય છે. તેના માટે પણ સારી ફિટનેસ પણ અનિવાર્ય હોય છે. તો બાઈકના જાણકાર મેકેનિક્સની પણ મહત્વની ભૂમિકા બાઈક રેસિંગ દરમિયાન રહેતી હોય છે.
બાઈક ક્રેશનો અનુભવ પણ કહ્યો - તેણે જણાવ્યું હતું કે, તેમને બાઈક રેસિંગમાં 200 સુધીની ઝડપ પણ મેળવી છે. આ ઉપરાંત તેણે જ્યારે બાઈક ક્રેશ થતું હોય છે ત્યારે કેવું અનુભવ થતો હોય છે. તે અંગેની પણ યાદોની વાત કરી હતી. અમને યુવા બાઈક રાઈડરોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, બાઈક રાઈડીંગ એટલે માત્ર સ્ટન્ટ ન કહેવાય, પરંતુ સંપૂર્ણ સુરક્ષા સાથે હેલમેટ પહેરીને યોગ્ય શિસ્તમાં બાઈક ચલાવી જોઈએ અને બાઈક સાથે કોઈ પણ જાતના અડપલાં ન કરવા જોઈએ.
કચ્છમાં મોટર સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ વિકસાવવાની ઈચ્છા -પોતાના ભવિષ્યના પ્લાનિંગ અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરહદી જિલ્લા કચ્છ કેટલાક વર્ષોથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકસ્યું (Development of Kutch in tourism sector) છે. ત્યારે કચ્છમાં પણ આગામી સમયમાં મોટર સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ (Facilities for motor sports in Kutch) વિકસાવવાની તેની ઈચ્છા છે. ત્યારે બંને જેવા વિસ્તારમાં રેસિંગ સરકીટ વિકસાવવામાં આવે અને મોટર સ્પોર્ટ્સની તમામ ગતિવિધિ અને સુવિધાઓ એક જ સ્થળે હોય એવી સુવિધા ઊભી કરવાનો પ્રયાસ તે શરૂ કરશે.
શરૂઆતમાં બાઈકર અહીં કરે છે રેસિંગ - શરૂઆતમાં તે ડર્ટ પાર્ક એટલે કે, જ્યાં ઉબડખાબડ વિસ્તારમાં બાઈકરો રેસિંગ કરતા હોય છે. તેઓ રેસિંગ ટ્રેક બનાવશે અને ત્યારબાદ ધીમે ધીમે વધુ સુવિધાઓ વિકસાવશે. આ માટે આસપાસના ઉદ્યોગ ગૃહો અને અગ્રણીઓનો સહયોગ પણ ખૂબ જ જરૂરી છે. આમ, કચ્છના આ યુવાને અનોખું સાહસ ખેડીને અલગ જ બાઈક રેસિંગના ક્ષેત્રે (A career in bike racing) આગળ વધીને કચ્છના અન્ય યુવા બાઈક રાઇડરો માટે તે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.