ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડ મનોજબેન ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે નારી શક્તિ ગૌરવ પુરસ્કાર પ્રદાન, સંસ્મરણો તાજા થયાં

કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડ મનોજબેન ભટ્ટની આજે વીસમી પુણ્યતિથિ છે. જે નિમિતે આજે ભુજ હોમગાર્ડની 11 બહેનોને નારી શક્તિ ગૌરવ પુરસ્કાર 2023 આપવામાં આવ્યું હતું. ત્યારે કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડના જીવન અંગે તેમના દીકરી જ્યોતિબેન ભટ્ટે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

gj_kutch_01_kutchs_first_lady_homeguard_video_story_7209751
gj_kutch_01_kutchs_first_lady_homeguard_video_story_7209751

By

Published : Jul 28, 2023, 3:49 PM IST

મનોજબેનના પુત્રી જ્યોતિ ભટ્ટે સંસ્મરણો તાજા કર્યાં

કચ્છ : મનોજબેન ભટ્ટ જેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1936ના રોજ અખંડ ભારતના કરાંચી ખાતે થયો હતો. તેમણે ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો હતો. ભારત પાકિસ્તાન જ્યારે અલગ થયા ત્યારે તેઓ ભારતમાં કચ્છ આવીને વસ્યા હતાં અને ત્યાર બાદ તેમના લગ્ન અહીં થયા હતા. 1966થી ભુજમાં ચાલતા કેથેરાઈન વેબ ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં શિક્ષિકા તરીકે જોડાઈને બાલમંદિર, દવાખાનામાં સેવા આપતા હતા. વર્ષ 1962માં હિન્દી વિશારદની પ્રથમ,દુસરી અને તીસરી પરીક્ષા પાસ કરી હતી અને તે દરમ્યાન ભુજ નગરપાલિકામાં બાલવાડી શિક્ષિકા તરીકે તેઓ ફરજ બજાવતા હતાં.

સંરક્ષણ સેવા સક્રિય કરવા 1965થી ભરતીનું કાર્ય : કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી અહીંના તમામ નાગરિકો તાલીમબદ્ધ બનાવવાની સરકારને જરૂરત લાગતા, સિવિલ ડિફેન્સ કેટેગરી"એ" માં આવતા શહેરોમાં ભુજ શહેરનો પણ સમાવેશ થયો. અહીં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણની સેવાઓ પર ખુબ જ ધ્યાન આપવાનું તે સમયે જિલ્લાના અધિકારીઓને લાગતા આ બંને સંસ્થાઓને સક્રિય અને વેગવાન બનાવવા માટે ભરતીનું કાર્ય વર્ષે 1965માં હાથ ધરવામાં આવ્યું હતું.

1965માં કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડ તરીકે જોડાયા : ભુજ શહેર હોમગાર્ડઝ યુનિટમાં ભાઈઓનું યુનિટ ચાલતુ હતું, પરંતુ મહિલાઓ યુનિફોર્મ ધારણ કરીને સેવા આપવાની રહેતી હોવાથી આગળ આવવામાં સંકોચ અનુભવતી હતી. તે સમયે સ્વ. મનોજબેન ભટ્ટ કે જેઓ હોમગાર્ડઝ સંસ્થામાં મહિલા હોમગાર્ડઝ તરીકે ભરતી થવા આગળ આવ્યા અને ભુજ શહેર યુનીટમાં ભાઈઓ જેમજ મહિલા હોમગાર્ડઝ યુનીટ સક્રિય રીતે સેવા આપે તે માટે મહિલાઓની ભરતી અંગેની ઝુંબેશ તેઓએ શરૂ કરી સૌ પ્રથમ તેઓ જાતે જ 1965માં મહિલા હોમગાર્ડઝ તરીકે ભરતી થયા ભરતી થયા હતાં.

11 બહેનોને નારી શક્તિ ગૌરવ પુરસ્કાર એનાયત

વિવિધ તાલીમ મેળવી: હોમગાર્ડઝને આપતી બેઈઝીક ટ્રેનીંગ,રાયફલ પીટી,સ્કોડ ડીલ,આર્મ્સ ડીલ,ફર્સ્ટ એઈડ, નર્સીગ વગેરે જેવી તાલીમ મેળવી તે સમયે હોમગાર્ડઝમાં પાટલુન અને બુશકોટએ મહિલા હોમગાર્ડઝનો માન્ય ખાખી યુનિફોર્મ પહેરવો ફરજિયાત હતો. આવા સમયે ભુજમાં તે સમયે મહિલાઓ ખાખી યુનિફોર્મ પહેરવાનો સંકોચ અનુભવતી હોવાથી મહિલા હોમગાર્ડઝ યુનિટ શરૂ કરવું અત્યંત કઠીન હતું.પરંતુ મનોજબેન સૌ પ્રથમ બહેનો આ સંસ્થામાં ભરતી થઈ તાલીમબધ્ધ થયાં.

નાગરિક સંરક્ષણની પણ વિવિધ પ્રકારની તાલીમ : હોમગાર્ડઝ યુનિટમાં ભરતી થયા બાદ મહિલાઓને કોઈપણ જાતના સંકોચ વગર આ યુનિફોર્મ ધારણ કરવા માટે અને યુનિફોર્મ પહેરવો એ શિસ્તનો એકભાગ હોવાથી તેઓને સમજાવીને મહિલા હોમગાર્ડઝ સક્રિય કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. વર્ષ 1965માં ભારત-પાક યુદ્ધ સમયે કચ્છ જિલ્લાને દુશ્મન દેશે ટાર્ગેટ બનાવતાં નાગરિકો સંરક્ષણની તાલીમ મેળવીને નાગરિક સંરક્ષણ સેવાને પ્રથમ મહત્વ આપ્યું. મનોજબેને નાગરિક સંરક્ષણની પણ વિવિધ પ્રકારની તાલીમ મેળવી હતી.

રકતદાન સેવા રાજભવનમાંથી પત્ર : 1965 ભારત પાકિસ્તાન યુધ્ધ સમયે જવાનોને રાષ્ટ્રીય સેવામાં મદદરૂપ થઈ શકે તે માટે તે સમયના સિવિલ સર્જન એન.જી.દેસાઈ દ્વારા મનોજબેનને સ્વૈચ્છિક કતદાન માટે અપીલ કરવામાં આવી હતી. માતૃભૂમિની રક્ષા માટે મનોજબહેન ભટ્ટ દ્વારા વીરજવાનોને રકત આપવા માટે આગળ આવ્યા અને તેમને 300 સીસી રકતદાન પણ કર્યું હતું. માતૃભૂમિ કાજે ધવાયેલા જવાનોને તરતજ રકતદાન કરવા બદલ તે સમયના ગુજરાત રાજપાલ નિત્યાનંદ કાનુનગો તરફથી ખાસ અભિનંદન પાઠવામાં આવ્યા હતાં અને નિસ્વાર્થભાવે રકતદાન કરવા બદલ મુબારકબાદી આપતો પત્ર પણ રાજભવન મારફતે મોકલવામાં આવ્યો હતો.

1971ના યુદ્ધમાં સતત રાઉન્ડ ધી કલોક સેવા : 1971 ડીસેમાં ભારત પાક યુદ્ધ શરૂ થયું. આવા સમયે તેઓની સાથે 30 જેટલા તાલીમબદ્ધ મહિલા હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા મેજીસ્ટ્રેટ હસ્તક ચાલતા કન્ટ્રોલ રૂમમાં સતત રાઉન્ડ ધી કલોક સેવા બજાવેલ હતી.એરફોર્સથી ભયજનક સાયરન વગાડી પ્રજાને જાગૃત કરી સબ સલામતનું સાયરન વગાડી પ્રજાને સજાગ રાખી ચેતવણી આપતી ફરજો સમય મર્યાદામાં બજાવી હતી.

સંગ્રામ મેડલ અને પશ્ચિમી સ્ટારથી સન્માનિત : આ ઉપરાંત તે સમયના જિલ્લા મેજીસ્ટ્રેટ ગોપાલાસ્વામી પણ હોમગાર્ડઝની સક્રિય ફરજોથી ઘણા જ પ્રભાવિત થયા હતાં. એટલું નહી પરંતુ રાજય સરકાર અને કેન્દ્ર સરકારે પણ પ્રસંષનીય ફરજોથી નોંધ લઈ સારી કામગીરી ફરજ બજાવનારા હોમગાર્ડઝ સભ્યોને સંગ્રામ મેડલ અને પશ્ચિમી સ્ટારથી તેમજ યોગ્ય પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા હતાં.

રાયફલ શૂટીંગમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ : સ્વ.મનોજબેન ભટ્ટે રાયફલ શૂટિંગની પણ તાલીમ મેળવેલ હતી. વર્ષ 1965માં મહિલા હોમગાર્ડઝ સભ્યોની ફાયરિંગ પ્રેકટીશ દરમ્યાન મનોજબેન ભટ્ટ રાયફલ શૂટિંગમાં 100માંથી 94 ટકા માર્કસ મેળવી પ્રથમ હરોળના ફાયર તરીકે ઈનામ મેળવેલ હતું.ઘી નેશનલ રાયફલ એસોસિએેશન ઓફ ઈન્ડિયાના તેઓ સભ્ય હતા અને તે અંગે ધી એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ હતું.

28મી જુલાઈએ થયું અવસાન : મનોજબેન ભટ્ટ તારીખ 15/11/1971 થી તારીખ 15/1/1972 સુધી ધનિષ્ઠ કુટુંબ નિયોજન ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ લઈ,કચ્છ જિલ્લામાં કુટુંબ નિયોજનની યશસ્વી, પ્રસંસનીય અને સક્રિય રીતે સફળતાપુર્વક કામગીરી બજાવતાં જિલ્લા પંચાયત કચ્છ, ભુજ તરફથી તેઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આમ મનોજબેન ભટ્ટ રાષ્ટ્રીય કક્ષાએ ઉમદા કામગીરી બજાવી જીવનના અંત સુધી જેમને હૈયે નિસ્વાર્થભાવે સેવા કરવાના રટણ સાથે તારીખ 28મી જુલાઈ 2004ના રોજે તેમનું અવસાન થયું હતું.

હાલમાં કચ્છમાં માત્ર 12 જ મહિલા હોમગાર્ડ: આજે આમ સ્વ. મનોજબેન મનહરલાલ ભટ્ટની પ્રથમ પુણ્યતિથિ છે. કારણ કે અધિક શ્રાવણમાં 19 વર્ષ પછી આવે છે તેમની પુણ્યતિથિ અધિક શ્રાવણ સુદ અગિયારસ 28/07/2004 છે.જે નિમિતે ભુજ હોમગાર્ડની 11 બહેનોને "નારી શક્તિ" ગૌરવ પુરસ્કાર 2023 આપવામાં આવ્યું હતું. હાલમાં કચ્છમાં માત્ર 12 જ મહિલા હોમગાર્ડ છે જેમાં 11 ભુજમાં અને 1 નખત્રાણામાં માટે આ પુરસ્કાર આપીને મહિલા હોમગાર્ડને પ્રેરણા આપવામાં આવી હતી અને વધુમાં વધુ મહિલાઓ આ હોમગાર્ડઝ યુનીટમાં જોડાય તેવો ઉદ્દેશ્ય રહ્યો હતો.

  1. BHUJ NEWS: RTO કચેરીનો લાયસન્સ ટ્રેક, ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ ન હોવાને કારણે 44 દિવસથી બંધ
  2. Street Vending Zone : ભુજના નાગરિકોને મળશે સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન, જુઓ તસવીરો
  3. Malnutrition in Kutch : જિલ્લામાં 3667 જેટલા બાળકો અતિકુપોષિત, નખત્રાણાના લુડબાય ગામમાં 5 બાળકોના કુપોષણથી મોત

ABOUT THE AUTHOR

...view details