ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News:  ફિલ્મ લગાનમાં જોવા મળેલી રેખાએ 32 વર્ષ પૂર્ણ કર્યા, એક પણ વખત નથી પડી બીમાર - special connection

આમીર ખાનની સુપરહિટ ફિલ્મ લગાનનું શૂટિંગ કચ્છના ગ્રામ્ય વિસ્તાર એવા કુનારીયા ગામે થયું હતું, આ ફિલ્મમાં જોવા મળતી એક ઘોડી જેનું નામ રેખા છે તેને 32 વર્ષ પૂર્ણ થયા છે. આ ઘોડી ઉપર ફિલ્મમાં બ્રિટિશ રાજકુમારી સવારી કરતી જોવા મળે છે. પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલીયન દ્વારા આ ઘોડીની સેવા કરવામાં આવી રહી છે. પોલીસ ખાતામાં ઘોડા અને કુતરા જેવા પશુઓ ચોક્કસ ઓપરેશન હેતુ કામ કરતા હોય છે. જ્યારે આ પશુઓ સેવા નિવૃત થાય છે ત્યારે એનું ખાસ જતન કરવામાં આવે છે. આ ઘોડીની ખાસ વાત એ છે કે, અત્યાર સુધીમાં તે એક પણ વખત બીમાર પડી નથી. સર્વિસ માંથી રીટાયર્ડ થયાનાસાત વર્ષ થયા હોવા છતાં ઘોડી રેખા હજુ પણ ફિટ એન્ડ ફાઇન છે.

ફિલ્મ લગાનમાં જોવા મળેલી રેખાએ 32 વર્ષ પૂર્ણ કર્યા
લગાન ફિલ્મમાં એલિઝાબેથે જે ઘોડીની સવારી કરી હતી તે રેખા આજે 32 વર્ષની છે અને માઉન્ટેડ યુનિટમાં તેની થઈ રહી છે અનોખી સેવા

By

Published : May 9, 2023, 10:42 AM IST

Updated : May 9, 2023, 11:22 AM IST

ફિલ્મ લગાનમાં જોવા મળેલી રેખાએ 32 વર્ષ પૂર્ણ કર્યા

કચ્છ:જે રીતે સુરક્ષા વિભાગમાં માણસો ચોક્કસ સમયના અંતે નિવૃત્ત થાય છે. એવી જ રીતે પશુઓ પણ સર્વિસમાંથી નિવૃત્ત થાય છે. રેખા નામની ઘોડીની ખાસ વાત એ છે કે, જ્યારે ફિલ્મ લગાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ સમયે 4થી5 ઘોડા શૂટિંગ હેતુ લઈ જવામાં આવ્યા હતા. આ ઘોડીને એ ફિલ્મમાં ચમકવાનો ચાન્સ મળ્યો હતો. આ ઘોડીએ 22 વર્ષ સુધી અહીં જુદી જુદી સેવાઓ આપી છે. 1995 માં પશ્ચિમ કચ્છના માઉન્ટેડ યુનિટમાં મૂળ કાઠીયાવાડી જાતની ઘોડી લાવવામાં આવી હતી. જેને પેટ્રોલિંગ પેન્ટ પેંગિંગ બેરક રેસ તથા અન્ય ગેમ્સમાં ભાગ લીધો છે. સામાન્ય રીતે ઘોડાની ઉંમર 25 થી 30 વર્ષ હોય છે પરંતુ કોઈ જ પ્રકારની બીમારી વગર જીવતી રેખા 32 વર્ષની થઈ છે.

"વર્ષ 1995 માં પશ્ચિમ કચ્છના માઉન્ટેડ યુનિટમાં મૂળ કાઠિયાવાડી નસલની ઘોડી લઈ આવવામાં આવી હતી. ત્યારથી 2017 સુધી 22 વર્ષ સુધી તેણે પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટમાં ફરજ નિભાવી હતી. આ ઘોડીનું નામ રેખા રાખવામાં આવ્યું હતું. રેખા અહીઁ માઉન્ટેડ યુનિટમાં પેટ્રોલિંગનું કામ, ટેન્ટ , બેરેક રેસ તેમજ અન્ય ગામોમાં ભાગ લેતી હતી અને ઉત્કૃષ્ટ દેખાવ કરતી હતી. સામાન્ય રીતે ઘોડાની ઉંમર 25થી 30 વર્ષની હોય છે. પરંતુ હાલમાં રેખા 32 વર્ષની છે અને અત્યાર સુધી એક પણ વખત તે બીમાર નથી પડી"--(માઉન્ટેડ યુનિટના પી.એસ.આઈ લલિત મકવાણા)

ઘોડીની ઉંમર 32 વર્ષ: વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ લગાન કે જેનું શૂટિંગ કચ્છના કુનરિયા ગામમાં થયું હતું. કચ્છના જુદાં જુદાં લોકોને ફિલ્મમાં અભિનય માટે પાત્ર ફાળવવામાં આવ્યા હતા. તેવી જ રીતે આ સંપૂર્ણ ફિલ્મમાં જે સફેદ ઘોડી પર બ્રિટિશ રાજકુમારી સવારી કરતી જોવા મળે છે. તે ઘોડી આજે પણ કચ્છમાં છે. આ ઘોડીની ઉંમર 32 વર્ષ જેટલી થઈ ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલીયન દ્વારા તેની સેવા કરવામાં આવી રહી છે.

માઉન્ટેડ યુનિટમાં ફરજ:વર્ષ 2000 દરમિયાન લગાન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટમાંથી 4 થી 5 ઘોડા લઈ જવામાં આવતા ત્યારે અહીંની ઘોડી રેખા પણ આમિર ખાનની ફિલ્મ લગાનમાં જોવા મળી હતી.આ સફેદ ઘોડી પર બ્રિટીશ રાજકુમારી એલિઝાબેથનું પાત્ર ભજવતી અભિનેત્રીએ ઘોડે સવારી કરી હતી.રેખાની બીજી બંને પેઢીઓ જેમાં રેખાની ઘોડી મંગળા અને મંગળાની બે ઘોડી સાઇના અને શ્યામલી પણ તમામ રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.

આ પણ વાંચો

Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું

Bhuj Bus Port : ભુજમાં આઈકોનિક બસ પોર્ટનું કામ પૂર્ણતાના આરે, સિનેમાઘરથી લઈને રેસ્ટોરન્ટ સુધીની અનેક સુવિધાઓ

અભિનેતા સાથે બેસીને ફિલ્મ માણી: પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટના એ.એસ.આઇ કનકસિંહ જેઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "લગાન ફિલ્મની શૂટિંગમાં અહીંથી 4 થી 5 ઘોડાઓ લઈ જવામાં આવતા હતા અને ત્યાં માઉન્ટેડ યુનિટના સ્ટાફ જોડે પરિવારમાં સભ્ય જેવું જ વર્તન કરવામાં આવતું હતું.ક્યારેક શૂટિંગ બાદ આમિર ખાન પણ અહીં માઉન્ટેડ યુનિટ હેડ ક્વાર્ટર ખાતે આવીને ઘોડાઓને ગોળ ખવડાવતા હતા.લગાન ફિલ્મનું જ્યારે પ્રીમિયર શો હતો ત્યારે આમિર ખાને અહીં આવીને સ્ટાફના તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું અને તમામ લોકોએ સાથે બેસીને આ ફિલ્મ માણી હતી".

Last Updated : May 9, 2023, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details