કચ્છઃ જિલ્લાનામુન્દ્રા ખાતે આવેલ અદાણી પોર્ટદ્વારા(Kutch Mundra Port) ભારત માટેના સૌથી વિશાળ કન્ટેનર જહાજનું સંચાલન(Operation of India largest container ship ) કરવામાં આવ્યું. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એકછે.
શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક
મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ(Mundra Adani Port) દ્વારા 51 મીટર પહોળા, 397.88 મીટર લાંબા અને 16 મીટર ઊંડાઈ ધરાવતા APL રેફલ્સ નામના વિશાળ જહાજનું સંચાલન કરવામાં આવ્યું. APL રેફલ્સ એ CMA- Compagnie Maritime d'Affrètement અને CGM - Compagnie Générale Maritime એટલે કે "Maritime Freighting Company" and "General Maritime Company" શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે.