ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch India Pakistan border: BSF ના ડાયરેકટર જનરલે હરામીનાળાની લીધી મુલાકાત, જવાનોના કર્યાં વખાણ - લખપત બોર્ડર

કચ્છમાં BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ તેમના (Border Security Force ) ગુજરાત ફ્રન્ટિયર પ્રવાસના બીજા દિવસે ભારત પાકિસ્તાન સરહદે સુરક્ષા (Kutch India Pakistan border) વ્યવસ્થાની સમીક્ષા કરવા ફોરવર્ડ ક્રીક વિસ્તારમાં પહોંચ્યા હતા. ડાયરેક્ટર જનરલે બિંદુવાર બોર્ડર ડોમીનેશન ,સરહદની સુરક્ષા, વહીવટી, લોજિસ્ટિક અને ઓપરેશનલ સમીક્ષા કરી હતી.

Kutch India Pakistan border: BSF ના ડાયરેકટર જનરલે હરામીનાળાની મુલાકાત લીધી જવાનોના વખાણ કર્યાં
Kutch India Pakistan border: BSF ના ડાયરેકટર જનરલે હરામીનાળાની મુલાકાત લીધી જવાનોના વખાણ કર્યાં

By

Published : Mar 24, 2022, 3:27 PM IST

કચ્છઃ આજ રોજ BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ તેમના ગુજરાત ફ્રન્ટિયર પ્રવાસના બીજા દિવસે ભારત પાકિસ્તાન સરહદે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા ફોરવર્ડ ક્રીક વિસ્તારમાં પહોંચ્યા હતા. અગાઉ ડાયરેક્ટર જનરલે બોર્ડર પિલર 1175 પર સૈનિકો સાથે રાત વિતાવી હતી અને ખાડીમાં ફરજ દરમિયાન આવતી સમસ્યાઓથી પરિચિત થયા હતા.

ડાયરેક્ટર જનરલે હરામી નાલા અને સરક્રીક વિસ્તારની મુલાકાત લીધી -ડાયરેક્ટર જનરલેલખપત બોર્ડરના પિલર-1164, 1965, 1166, 1169 હરામી નાલાની ઊભી અને આડી ખાડીઓ અને કાદવવાળા વિસ્તારમાં પણ પગપાળા મુલાકાત લીધી હતી. ડાયરેક્ટર જનરલે બિંદુવાર બોર્ડર ડોમીનેશન ,સરહદની સુરક્ષા, વહીવટી, લોજિસ્ટિક અને ઓપરેશનલ સમીક્ષા કરી હતી. ડાયરેક્ટર જનરલે હરામીનાળા(Kutch Haraminala) અને સરક્રીક પર તૈનાત BSF ટુકડીઓની જરૂરિયાતોને ખૂબ જ કાળજીપૂર્વક ઓળખી અને જરૂરી મુદ્દાઓ પર તાત્કાલિક મંજૂરી પણ આપી હતી.

આ પણ વાંચોઃCM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

2022માં 24 પાકિસ્તાની 7 પાકિસ્તાની માછીમારોને પકડી પાડયા -હરામીનાળા વિસ્તારમાં તૈનાત BSFના જવાનોના વખાણ કરતા ડાયરેક્ટર જનરલે કહ્યું કે, વર્ષ 2022માં અત્યાર સુધીમાં, ભુજના BSFની ટુકડી દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 24 પાકિસ્તાની માછીમારી બોટ અને 07 પાકિસ્તાની માછીમારોને પકડી પાડ્યા છે. જે BSFના જવાનોની તકેદારી અને સરહદની સુરક્ષા પ્રત્યે સતર્કતા દર્શાવે છે.

BSF અને દેશને BSFના અધિકારીઓ અને જવાનો પર ગર્વ -આ કામગીરી બોર્ડર પર સુરક્ષા પ્રત્યે BSFની પ્રતિબદ્ધતા દર્શાવે છે. BSF ભારતની સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને મને, BSF અને સમગ્ર દેશને અમારા અધિકારીઓ અને જવાનો પર ગર્વ છે જેઓ આ સરહદોની સુરક્ષામાં રાત-દિવસ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃBSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન

ABOUT THE AUTHOR

...view details