ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છઃ ઔદ્યોગિક વિકાસ અને ટ્રાન્સપોર્ટ વધવાથી પ્રાણઘાતક અકસ્તમાની સંખ્યામાં વધારો

કચ્છઃ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ સાથે વધતા જતાં ટ્રાન્સપોર્ટને કારણે પ્રાણઘાતક અકસ્તમાનો સંખ્યામાં વધારો થયો છે, ત્યારે કચ્છમાં અકસ્માતુનું કારણ બનતા બ્લેક સ્પોટને દૂર કરવા સહિતના પગલા ભરવા તંત્રએ કમર કસી છે.

કચ્છમાં ઔઘોગિક વિકાસ અને ટ્રાન્સપોર્ટને વધવાના કારણે પ્રાણઘાતક અકસ્તમાની સંખ્યામાં વધારો

By

Published : Jul 6, 2019, 7:29 PM IST

ભૂજ ખાતે રોડ સેફ્ટી કાઉન્‍સીલની બેઠકમાં શહેરની અંદર તથા બહાર, નેશનલ તેમજ સ્ટેટ હાઇવે સહિત અન્ય રસ્તા પર બ્લેક સ્પોટ કે જયાં વારંવાર અકસ્માત થાય છે તે શોધી કાઢીને તેને દૂર કરવા અને તેના પરિણામનું સતત મોનીટરીંગ કરવા માર્ગ-મકાન વિભાગ અને નગરપાલિકાને નિર્દેશ અપાયા હતા.

કચ્છ કલેકટર રૈમ્યા મોહનની અધયક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કચ્છમાં થતાં માર્ગ અકસ્માતોનું નિરીક્ષણ અને પરિક્ષણ કરવા, અકસ્માતના કારણો, ગંભીર ઇજા, મૃત્યુના કારણો જાણવા અને મળેલ તારણ પરથી તે દૂર કરવા કાર્યવાહી હાથ ધરવા બેઠકમાં સૂચના અપાઇ હતી.

માર્ગ-મકાન, આરટીઓ, શિક્ષણ,પોલીસ અને નગરપાલિકાના તંત્રોને સૂચના અપાઇ હતી. અન્ડરએજ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ આરટીઓ, ટ્રાફિક પોલીસની સંયુકત કાર્યવાહીરૂપે મોટર વેહીકલ્સ એકટની કલમ અનુસાર કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરાશે. વધુમાં જાહેર માર્ગ ઉપર રબ્બર સ્ટ્રીપ, સ્પીડબ્રેકર, રોડ નિશાનીઓ વગેરે મૂકવા અને જયાં અસ્કમાતોની શકયતા વધુ હોય કે વખતોવખત અકસ્માત થતા હોય તેવી જગ્યાએ વધુ ધ્યાન આપવા માર્ગ-મકાન વિભાગને નિર્દેશ અપાયો હતો.

વાહન ચાલકોને વાહન ચલાવવામાં અડચણરૂપ થાય તેવા હોર્ડિંગ્સ કે અન્ય અડચણો દૂર કરવા પણ જણાવાયું હતું. ડ્રન્કન ડ્રાઇવીંગ, ઓવર સ્પીડીંગ, રેડલાઇટ જમ્પીંગ, હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ ફોનના ઉપયોગ, રીફેલેકટીવ રેડીયમ સ્ટ્રીપ, રીફલેકટફર્સની જોગવાઇઓની કડક અમલવારી કરાવવા પણ આરટીઓ અને પોલીસતંત્રને સૂચના અપાઇ હતી. સાથો-સાથ માર્ગ અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવા અને રાહદારીઓ માટે તેને ઉપલબ્ધ કરાવવા, અકસ્માત થતાં તુરંત જ સારવાર મળે અને ખોટો સમય ન વેડફાય તે માટે વારંવાર અકસ્માત સર્જાતાં હોય તેવા સ્થળોએ ઇમરજન્સી નંબર પ્રદર્શિત કરવા અને સારવારની સુવિધા સુદ્રઢ બનાવવા પણ બેઠકમાં આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગને નિર્દેશો અપાયાં હતા.

શૈક્ષણિક સંસ્થાઓ-જાહેર સ્થળોએ મેળા જેવા પ્રસંગોએ માર્ગ-સલામતિ માટે જાગૃતિ વધારવા પણ બેઠકમાં ભાર મૂકાયો હતો.

ABOUT THE AUTHOR

...view details