- પ્રમુખ દ્વારા 40.28 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું
- જુદા જુદા 18 જેટલા ક્ષેત્રો આવરી લેવાયા
- કુલ આવક 37,89,35,000, કુલ ખર્ચ 36,18,02,000
- પ્રમુખ પારૂલબેન કારાએ વર્ષ 2021-22 નું 40 કરોડ 28 લાખ 47 હજારનું બજેટ રજૂ કર્યુ
- બજેટમાં સ્વ ભંડોળમાં મુખ્યત્વે જમીન મહેસુલ ઉપકર, સ્ટેમ્પ ડ્યુટી, રેતી રોયલ્ટી, શિક્ષણ ઉપકરની આવકનો સમાવેશ
કચ્છઃ ભુજના જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામા 40 સદસ્યો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કે.પી.પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા તથા ઉપપ્રમુખ વનવીરભાઈ રાજપુતના પ્રમુખ સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી.
જુદા જુદા ક્ષેત્રે કરવામા આવેલી જોગવાઈઓ
સ્વભંડોળ પંચાયત વિકાસ અને મહેસુલ ક્ષેત્રે 27,10,000, શિક્ષણ ક્ષેત્રે 4,02,00,000 ,આરોગ્ય ખેતીવાડી તેમજ પશુ પાલન ક્ષેત્રે પણ જોગવાઈ રાખવામાં આવી હતી. સમાજ કલ્યાણ ક્ષેત્રે 37,50,000, બાંધકામ ક્ષેત્રે 38,45,000, રેતી રોયલ્ટીની ગ્રાન્ટમાથી વિકાસના કામ માટે 6,00,00,000, જેટિંગ મશીન માટે 10,00,000, સિંચાઇના કામ માટે 50,00,000 ની જોગવાઇ કરવામાં આવી હતી.
ગ્રાન્ટમાથી કરવામા આવતો ખર્ચ
સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાથી જિલ્લા વિકાસના કામો તેમજ અન્ય આયોજન માટે 4,50,60,000 ના ખર્ચ માટેની જોગવાઈ કરવામાં આવી હતી.