કચ્છ: કચ્છ ભાજપ દ્વારા ભુજ શહેરના ભુજીયા રીંગરોડ પર સ્વચ્છતા અભિયાનની શરૂઆત સાથે સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ - kutch bjp youth wing
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં કચ્છ ભાજપ દ્વારા મંગળવારથી સાપ્તાહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 6 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ભાજપના યુવા કાર્યકર્તાઓ સહિત આગેવાનોએ રક્તદાન કર્યું હતું, તો ભુજ શહેરની અલગ અલગ જગ્યાઓમાં 70 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કચ્છવાસીઓને આ ઉજવણીમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
કચ્છ ભાજપ યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે ભુજ ખાતે યોજાયેલા કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભુજ, અંજાર, ગાંધીધામ, નખત્રાણામાં યોજાનાર કેમ્પમાં પણ યોજાનાર કેમ્પમાં 70-70 કરીને જિલ્લામાંથી કુલ 420 જેટલી બોટલ એકત્ર કરવામાં આવશે.