ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્લાસ્ટિકના નિકાલ માટે કચ્છની કંપનીનો પ્રેરક પ્રયાસ, વાંચો આ વિશેષ અહેવાલ... - news about plastic ban

કચ્છઃ પ્લાસ્ટિક મુક્ત વાતાવરણની આજે દરેક દેશને જરૂરત છે. વાતાવરણના પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો મોટા ઉદ્યોગોનો હોય છે. પરંતુ કચ્છની આ કંપનીએ તો કંઈક એવું કર્યુ છે કે, લોકો આશ્ચર્યમાં મુકાયા છે. જી હાં, પ્લાસ્ટિકના નિકાલની સાથે તેનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાના પ્રયોગથી આ કંપનીએ એક તીરથી ત્રણ નિશાન જેવી સફળતા મેળવી છે. વધુ વિગતો માટે જૂઓ આ અહેવાલ..

kutch-companys-motivating-effort-to-dispose-of-plastic
kutch-companys-motivating-effort-to-dispose-of-plastic

By

Published : Jan 9, 2020, 3:20 PM IST

કચ્છની સરહદે છેવાડામાં સાંઘીપુરમ ખાતે કાર્યરત સાંઘી સિમેન્ટ હેઝાર્ડ ઈન્ડસ્ટ્રીયલ કંપની આવેલી છે. જે પ્લાસ્ટિક અને પેપર વેસ્ટનો ઉપયોગ પોતાના પ્રોડક્શન માટે કરી રહી છે. એટલે ન અટકતા કંપનીએ નગરપાલિકા અને પંચાયતમાં ભેગો થતો પ્લાસ્ટિક કચરો પણ પોતાના ઉપયોગમાં લીધો છે. ઉપરાંત હવે હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો પણ પણ આ રીતે નિકાલ કરવાની દિશામાં આગેકુચ કરી છે.

પ્લાસ્ટિકના નિકાલ માટે કચ્છની કંપનીનો પ્રેરક પ્રયાસ...વાંચો આ વિશેષ અહેવાલ...
પ્લાસ્ટિકના નિકાલ માટે કચ્છની કંપનીનો પ્રેરક પ્રયાસ...વાંચો આ વિશેષ અહેવાલ...

ઈટીવી ભારતની ટીમ સાંઘી સિમેન્ટના પ્લાન્ટ પર પહોંચી હતી. ત્યારે ડમ્પિંગ સાઈટ પર હજારો ટન પ્લાસ્ટિક કચરો જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકનું આયુષ્ય એક હજાર વર્ષ હોવાનું મનાય છે, ત્યારે તેનો નિકાલ મોટો પડકાર બન્યો છે. પ્લાસ્ટીક મુક્ત ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટીકના અભિયાન વચ્ચે આવું ગોદામ મળે ત્યારે સ્વાભાવિક જ થાય કે, આ કચરાનો નિકાલ કેમ થશે, પણ તમને જાણીને આનંદ થશે કે પર્યાવરણને નુકસાન પહોંચાડયા વગર તેનો નિકાલ સિમેન્ટ પ્લાન્ટમાં થઈ રહ્યો છે.

જૂઓ કંપનીના ફોટોગ્રાફ્સ

આ કંપની હેઝાર્ડ પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરી તેનો નાના-નાના ટુકડામાં છીણીને સીધો જ ઈંધણ તરીકે ક્રિનલમાં ઉપયોગમાં કરાય છે. પ્લાસ્ટિક બાળવાથી જે શક્તિ ઉત્પન થાય છે, તે ગ્રોસ વેલ્યું લિગ્નાઈટ કોલ જેવી જ મળે છે. અંદાજે દૈનિક 50 ટન પ્લાસ્ટીક વેસ્ટને ઉપયોગમાં લેવાય છે. તેનો નિકાલ કરવા સાથે પર્યાવરણમાંથી મળતી કુદરતી સંપતિ કોલને બચાવાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરીને સાથે પ્રોડકશન માટ જે ખર્ચ થાય છે તેમાં પ્લાસ્ટીકના ઉપયોગથી બચત કરવામાં આવે છે.

જૂઓ કંપનીના ફોટોગ્રાફ્સ

પ્લાન્ટ હેડ નારૂભા ગોહિલે જણાવ્યું હતું કે, મુખ્ય સિમેન્ટ પ્રોડકશન છે, ત્યારે આ હેઝાર્ડ પ્લાસ્ટિકના ઈંધણ તરીકેના ઉપયોગમા ખૂબ સાવધાની રાખવી પડે છે. માનવશકિતથી અલગ ખાસ મેકેનિઝમ ઉભું કરાયું છે. અંદાજે 50 કરોડના ખર્ચે એક પ્લાન્ટ ઉભો કરી દેવાયો છે, જેનાથી સીધો કચરો એક બોઈલરમાં જાય છે અને ત્યાંથી બેલ્ટ વડે અન્ય જગ્યાએ પહોંચે છે. આ મશીન પ્લાસ્ટીકના નાના નાના ટુકડા કરે છે અને પછી તેનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે.

જૂઓ કંપનીના ફોટોગ્રાફ્સ

2015ના ડિસેમ્બર માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં આ રીતે પ્લાસ્ટિક નિકાલની એક નીતિ બનાવાઈ હતી. આ પોલિસી અંતર્ગત ગુજાર પોલ્યુશન બોર્ડની સાથે સાંઘી સિમેન્ટ તેમાં જોતરાઈ ગયુ છે. આ ઉપરાંત સાંઘી સિમેન્ટ દ્વારા જે ધુમાડો ચીમનીમાંથી નિકળે છે, તેનો ફરી ઉપયોગમાં લઈને વિજળી પેદા કરવામાં આવેે છે. જેમાંથી દેનિક 10 મેગાવોટ વિજળી ઉત્પાદનનાં વપરાશમાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details