કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો (Kutch Charas Case) મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે આજે અબડાસાના સિંઘોડી દરિયાકિનારેથી (Singhodi coast of Kutch ) સ્ટેટ આઇબીને બિનવારસી ચરસના 20 પેકેટ (20 packets of charas found on the coast of Kutch ) મળી આવ્યા છે.
અવારનવાર પકડાય છે ડ્રગ્સનો જથ્થો -કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે આજે સ્ટેટ આઇબીના (State IBs coastal investigation in Kutch) અધિકારીઓને અબડાસા તાલુકાના સિંઘોડી દરિયાકાંઠેથી (Singhodi coast of Kutch ) બિનવારસી હાલતમાં ચરસના 20 પેકેટ (20 packets of charas found on the coast of Kutch ) મળી આવ્યા છે. જેમાંથી 18 પેકેટ આખા છે અને 2 પેકેટ ખુલ્લી હાલતમાં મળી આવ્યા છે.
સ્ટેટ આઈબીના અધિકારીઓને મળ્યાં પેકેટ-ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાઈ સીમા પાસેથી લાંબા સમય બાદ છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ દરિયાઈ સીમામાંથી ચરસના 20થી પણ વધારે (20 packets of charas found on the coast of Kutch )પેકેટ મળી આવતા વિવિધ એજન્સી અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ હાથ ધર્યું હતું.અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે તેવા જ પેકેટ (Kutch Charas Case) આજે મળી આવ્યા છે.