ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે કચ્છ-મુંબઈ વચ્ચે દોડશે પાર્સલ ટ્રેન, જાણો વિગત...

કચ્છ અને મુંબઈ વચ્ચે માલ પરીવહન અટકી જવાથી આગામી દિવસોમાં ઉભી થનારી સ્થિતીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ પાર્સલ સર્વિસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળે પાર્સલ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં કચ્છથી મુંબઈ વચ્ચે પણ એક પાર્સલ ટ્રેનની છ ટ્રીપ દોડાવવામાં આવશે.

By

Published : Apr 8, 2020, 3:13 PM IST

લોકડાઉન વચ્ચે કચ્છ મુંબઈ વચ્ચે દોડશે પાર્સલ ટ્રેન જાણો વિગત...
લોકડાઉન વચ્ચે કચ્છ મુંબઈ વચ્ચે દોડશે પાર્સલ ટ્રેન જાણો વિગત...

કચ્છઃ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ત્રણ સપ્તાહના લોકડાઉન અંતર્ગત પ્રવાસી ટ્રેનનાં પૈડા થંભી ગયાં છે. પરંતુ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે રેલવે દ્વારા માલવાહક ટ્રેનોની મૂવમેન્ટ ચાલુ રખાઈ છે. આ અભિયાનને આગળ વધારવા માટે લોકડાઉનના કારણે તમામ નાના-મોટા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે, ત્યારે રેલવે મારફત નાની-મોટી તમામ કોમોડિટી કે જે કચ્છથી મુંબઈ વચ્ચે મોકલવામાં આવે છે, તેનાં પરિવહન માટે રેલવે પ્રશાસન દ્વારા ભુજ અને દાદર વચ્ચે પાર્સલ ટ્રેન દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા રજૂ કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજથી દાદર વચ્ચે ચાર અને દાદરથી ભુજ વચ્ચે બે પાર્સલ ટ્રેન દોડાવાશે. ભુજથી તારીખ 9 એપ્રિલ, 10 એપ્રિલ,13 એપ્રિલ અને 14 એપ્રિલના ટ્રેન દોડાવાશે અને દાદરથી તા. 11 એપ્રિલ અને 12 એપ્રિલના ટ્રેન દોડાવાશે. આ પાર્સલ ટ્રેન ભુજથી બપોરે 2.45 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 5.45 વાગ્યે દાદર પહોચશે અને દાદરથી સાંજે 5.40 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 8.45 વાગ્યે ભુજ પહોંચશે. બન્ને દિશાઓમાં આ પાર્સલ' ટ્રેન ગાંધીધામ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વીરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, સહિતનાં સ્ટેશનોએ રોકાશે. પાર્સલ બુકિંગ જે-તે સ્ટેશનોએ કરાવી શકાશે. ઉદ્યોગકારોએ આ સેવાનો લાભ લેવા રેલવે પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે. આ ટ્રેનમાં પાંચ પાર્સલ રેક હશે. જો બુકિંગ વધ્યું તો રેકમાં વધારો પણ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details