ગુજરાત

gujarat

ETV Bharat / state

Tourist Destination : દિવાળીના વેકેશનમાં કચ્છ બન્યુ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

દિવાળી વેકેશનમાં કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ( kutch most favorite tourist destination ) બન્યું છે. દિવાળીના પર્વ સાથે જ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરિસ્ટ સ્પોટમાં ( Diwali Vacation Tourist Destination ) ફેરવાઈ ગયું છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

Tourist Destination : દિવાળીના વેકેશનમાં કચ્છ બન્યુ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
Tourist Destination : દિવાળીના વેકેશનમાં કચ્છ બન્યુ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

By

Published : Nov 8, 2021, 1:35 PM IST

  • દિવાળીના વેકેશનમાં કચ્છ પ્રવાસીઓથી ઉભરાયું
  • કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં
  • કચ્છના વિવિધ મંદિરો અને જોવાલાયક સ્થળો પર ઉમટી માનવ મેદની

કચ્છ: છેલ્લાં 2 દાયકાથી કચ્છ પ્રવાસનના સ્થળ તરીકે જાણીતું ( kutch most favorite tourist destination ) બની ગયું છે અને દિવસેને દિવસે પ્રવાસીઓનું હબ બનતું જાય છે. દરવર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યાં છે.માંડવીનો બીચ હોય કે માતાના મઢ- નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવ મંદિર હોય કે લખપતનો કિલ્લો સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોઈ સવાર પડે ને ભુજના જોવાલાયક સ્થળો પર મુલાકાતીઓ ઉમટી પડે છે.

સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ

ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યાં

ભુજનું નૂતન સ્વામીનારાયણ મંદિર હોય કે ભુજનું મ્યુઝિયમ કે પછી પ્રાગમહેલ અને આઇના મહલ સર્વત્ર બસ પ્રવાસીઓ જ પ્રવાસીઓ નજરે પડે છે. કચ્છના રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ,પ્રાગ મહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ , તેમજ ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ,પ્રાગમહેલ, મ્યુઝીયમ જેવા અનેક ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યાં છે.

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા

આમ તો કચ્છ પહેલાંથી દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું ( kutch most favorite tourist destination ) આવ્યું છે. પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસ્વીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેચતા જોવા મળી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી મહાનાયક અમિતાભ બચ્ચન આ પંક્તિ કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા ગણગણાવી રહ્યાં છે. તો કચ્છી માડુઓની લાગણી અને નિર્મળતા પણ ક્યાંક સ્પર્શી ગઈ હોય એવા લાગણીસભર શબ્દો પણ કેમેરામાં કેદ થઈ ગયા છે.

આ વર્ષે ફરવાની છૂટ મળતાં દિવાળી વેકેશનમાં કચ્છ ફરવા માટે લોકો ઉમટી પડ્યાં છે

ફોટોગ્રાફી માટે આકર્ષક સ્થળો

આ રજાઓ ( Diwali Vacation Tourist Destination ) દરમિયાન ભુજના રાજાશાહી સ્થળો ખુલ્લાં છે અને આ સ્થળો પર લોકોને ફોટોગ્રાફી કરવાનો આનંદ પણ આવે છે અને અહીં રાજ્યભરમાં પ્રિય એવા કચ્છી તેમજ ટ્રેડિશનલ પોશાક પણ ભાડે મળતાં હોવાથી ફોટો ક્લિક કરાવવા માટે પ્રવાસીઓ તેનો પણ લાભ લઈ રહ્યા છે. ઉપરાંત આજકાલ બ્લોગ બનાવવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે ત્યારે લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને કનેન્ટ બનાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ વિકસિત ગુજરાતનું વિકાસશીલ કચ્છ, ગાંધીધામ નગરપાલિકાએ વિકાસના અનેક કામ શરૂ કર્યા

આ પણ વાંચોઃ જાણો સરહદી ગામ કુરનના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

ABOUT THE AUTHOR

...view details