- સરદાર પટેલની 146મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન
- એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાર્થક કરતી આ યાત્રા
- બાઈક રેલીનો સંદેશ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો
કચ્છઃ સમગ્ર વિશ્વમાં એકતાનો સંદેશ પુરો પાડવાના આશયથી રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી કરવામાં આવે છે અને તેના ભાગરૂપે જ લખપતથી કેવડિયા(Lakhpat to Kevadia) (નર્મદા) સુધી યોજાનારી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.565 રજવાડા(565 kingdoms)ઓને એક કરી સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. અખંડ ભારત નિર્માણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)નું નિર્માણ કરાવી સાચી સ્મરણાંજલિ અર્પી છે.
25 બાઈક જવાનો 1170 કિ.મી.નું અંતર કાપી કેવડીયા પહોંચશે
આ બાઈક રેલી 1170 કિમીનું અંતર કાપી 25 બાઈક સવારો કેવડિયા પહોંચશે. દેશના કુલ 4 ઝોનમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાયેલા 25 પોલીસ જવાનોમાં 6 મહિલા કર્મીઓનો પણ સમાવેશ થયો છે. આ બાઈક રેલી ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, નડિયાદ,આણંદ, ભરૂચ, સુરત થઈ 26મી કેવડિયા પહોંચશે આ બાઈક રેલીનું માર્ગમાં ઠેર-ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે અને 31મીના વિશ્વ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.
બાઈક રેલીથી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જન જન સુધી પહોંચશે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર થયો છે. સમગ્ર વિશ્વમાં ભારતની એકતાનો સંદેશ પહોંચી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વિશ્વભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)નું નામ અમર થયું છે. ઉપરાંત ધરતીપુત્રોના વણ વપરાયેલા 135 મેટ્રીક ટન ઓજારોથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાઈક રેલી થકી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જન જન સુધી પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્ણય થકી અખંડ ભારતનો નિર્માણ થયું છે. સરહદનું રખોપું કરતા જવાનો થકી દેશની પ્રજા સલામત અને સુરક્ષીત છે.