સતાવાર માહિતી મુજબ ભૂજમાં મંગળવારે 7 ડિગ્રી જ્યારે નલિયામાં 7.8 ઠંડી નોંધાઈ છે. ભૂજ સહિતના વિસ્તારોમાં ધુંધળુ વાતાવરણ રહ્યું હતું. સાંજ સુધીમાં કાતિલ ઠારથી લોકો રીતસર તોબા પોકારી ગયા છે. દિવસભર ફુંકાયેલા ઠંડા પવને ભુજવાસીઓને આખો દિવસ બાનમાં રાખ્યા હતા. ભેજ વિહોણા સૂકા પવનોએ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ કરાવ્યો હતો.
ભૂજ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ, કાતિલ ઠંડીના કારણે કચ્છનું જનજીવન ખોરવાયું - winter
કચ્છઃ સમગ્ર જિલ્લામાં મંગળવારે રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ છે. જિલ્લાના મુખ્યમથક ભૂજ 2020ના પ્રથમ દિવસે રાજયમાં સૌથી વધુ ઠંડુનગર બની ગયું છે. અતિશય ઠંડીને પગલે જનજીવન ધ્રુજી ઉઠયું છે. નાના મોટા દરેક જીવની હાલત કફોડી બની ગઈ છે. તેમાં પણ ગરીબ અને પશુપંખીઓ નિઃસહાય સ્થિતીમાં આવી ગયા છે. હવામાન વિભાગે હજુ એક દિવસ જિલ્લામાં શીતલહેરનો આ દોર યથાવત રહેશે એવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની હાલ પૂરતી કોઇ સંભાવના નથી. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડા અને તાપણાનો સહારો લઇ રહ્યા છે. ઠંડીના કારણે ભૂજના માર્ગો સૂમસામ બની ગયા છે. કાતિલ ઠંડીને પગલે લોકો જરૂર સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
આકરી ઠંડીમાં સૌથી કફોડી હાલત ઝૂંપડાવાસીઓ છે. નિત્યક્રમ મુજબ વહેલી સવારે અને સાંજે ચાલવા નીકળતા સિનિયર સિટીઝનની હાજરીમાં ઘટાડો જોવા મળી રહી છે. બીજી તરફ કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓ પણ આકરી ઠંડી અનુભવી રહ્યા છે.
આ ભુજના લઘુતમ તાપમાને 10 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ભુજમાં 1લી જાન્યુઆરીના દિવસે 7 ડિગ્રી સેલ્સિયસ સાથે જાન્યુઆરી માસનું પાછલા એક દાયકાનું સૌથી ન્યૂનત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લે 1 જાન્યુઆરી 2014ના દિવસે ભુજમાં પારો 7.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. જમ્મુ-કાશ્મિરમાં સર્જાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભરમારને પગલે કાશ્મીરથી લઈ કચ્છ સુધી કાતિલ ઠંડી પડી રહી છે. .Conclusion