જયંતી ભાનુશાળી હત્યા કેસ: મનીષા અને સુરજીતનાં ૧૨ દિવસના રિમાન્ડ મંજુર
કચ્છઃ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશથી પકડાયેલા બે આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાં અદાલતે પોલીસની ૧૪ દિવસના રિમાન્ડની માગ સામે 20 નવેમ્બર સુધીના એટલે કે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
Jayanti Bhanushali murder case update
જયંતીભાઇ ભાનુશાળી હત્યા કેસમાં SIT દ્વારા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની યુપીથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બન્ને આરોપીઓનાં અલ્હાબાદ કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં અમદાવાદ રેલવે SPની ઓફિસમાં બંનેની કાયદેસર ધરપકડ કરાયા બાદ પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. શુક્રવારે બંને આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જ્યાં તેઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.