કચ્છ: માર્ચ મહિનાના મધ્ય સમયથી જ કચ્છમાં ઉનાળાની શરૂઆત થઈ હતી. હાલ જૂન મહિનો શરૂ થાય ગયો છે અને હવે તો ઉનાળાના છેલ્લાં દિવસો(Last days of summer in Kutch ) છે. તેમ છતાં પણ ગરમી પોતાનો વિકરાળ સ્વરૂપ કચ્છના લોકોને દર્શાવી રહી છે. રણ પ્રદેશ હોવાના કારણે કચ્છમાં સામાન્યપણે ગરમીનો પ્રકોપ વધુ રહેતો હોય છે. તેમાં પણ આ વર્ષે તો ગરમીએ લોકોને બેહાલ કરી મૂક્યા છે. તેવામાં ગરમીના કારણે વધારે સંખ્યામાં લોકો બીમાર પડી(Summer Sickeness in Kutch) રહ્યા છે.
108 એમ્બ્યુલન્સને આવતા ઇમરજન્સી કોલની સંખ્યામાં વધારો નોંધાયો છે આ પણ વાંચો:Summer Sickness in Bhavnagar : ભાવનગરમાં ભારે તાપના કારણે બિમારીનો ફાટ્યો રાફડો
108 એમ્બ્યુલન્સને આવતા ઇમરજન્સી કોલની સંખ્યામાં વધારો નોંધાયો છે - સૂકા પ્રદેશ કચ્છમાં સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી જ ગરમી લોકોને બેહાલ કરવાનું શરૂ કરતી હોય છે. આ વર્ષે પણ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં ગરમીનું જોર વધ્યું છે. દરિયાઈ વિસ્તાર સિવાયના ભાગોમાં લોકો ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે. ગરમીના કારણે થતી બીમારીઓમાં(Heat Related Sickness ) પણ આ તાપના કારણે વધારો થયો છે. 108 એમ્બ્યુલન્સ સેવા માટે આવતા ઇમરજન્સી કૉલની માત્રામાં(Ambulances Responded to Emergency Calls) પણ 17 ટકાનો વધારો નોંધાયો છે.
13,281 કોલમાંથી 1675 કોલ ગરમી સંબંધિત - 108 ઇમરજન્સી કોલની માહિતી આપતો પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારીએ ETV Bharatને જણાવ્યું હતું કે, 108 દ્વારા માર્ચ મહિનામાં 4294 ,એપ્રિલ મહિનામાં 4515 તો મે મહિનામાં 4472 ઇમરજન્સી કોલ લેવામાં આવ્યા હતા. જે ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તુલનાએ 17 ટકા વધારે હતા. તો આ 13,281 કોલમાંથી 1675 કોલ ગરમી સંબંધિત ઇમરજન્સીના હતા. જેમાંથી 278 ઇમરજન્સી કોલ ડાયરિયા અને વોમિટીંગના(Diarrhea and vomiting cases) હતા. 444 ઇમરજન્સી કોલ તીવ્ર તાવના હતા. 47 ઇમરજન્સી કોલ તીવ્ર માથાના દુખાવાના હતા. 596 ઇમરજન્સી કોલ પેટના દુખાવાના હતા. આ ઉપરાંત 309 કોલ અજાણી સમસ્યા બેહોશી, ચેતનાની ખોટ, અપ્રતિભાવના હતા.
ગરમીના કારણે વધતી બીમારીઓના કારણે આ કર્મચારીઓને કામ પર પણ ભારણ વધ્યું - માર્ચ મહિનાના અંતથી જ વધેલા કેસોના કારણે 108ના ઇએમટી અને પાયલટ પણ લોકોને સેવા પૂરી પાડવા સતત દોડી રહ્યા છે. રાબેતા મુજબના ઇમરજન્સી બનાવો વચ્ચે ગરમીના કારણે વધતી બીમારીઓના કારણે આ કર્મચારીઓના કામ પર પણ ભારણ વધ્યું છે. આ ગરમીમાં two wheeler પર મુસાફરી કરતી વેળાએ લૂ લાગવી, તાપના કારણે પડી જવું, ચક્કર આવવા બેભાન થઇ જવું તેવી તકલીફો લોકોને સહન કરવી પડે છે. ત્યારે જ ગરમીના કારણે તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી અને પેટના દુખાવા જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...
કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રકોપ જારી -હવે ઉનાળાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં પણ હજી કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રકોપ જારી છે અને લોકો બફારાના કારણે પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.આવા તાપમાં લોકોને બપોરના સમયે આવશ્યક કામ સિવાય બહાર ન નીકળવા, શરીરને હાઇડ્રેટ રાખવા તેમજ ઠંડી વસ્તુઓનું સેવન કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.