ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં બે મહિનામાં જ 6 જગ્યાએ આગના બનાવ બન્યા - ફાયર

ભુજમાં ઉનાળો શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એટલે કે બે મહિના માર્ચ અને એપ્રિલમાં આગ લાગવાની 6 ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, આ ઘટનાઓમાં મોટી ગંભીર જાનહાનિ જોવા મળી નથી.

ભુજમાં બે મહિનામાં જ 6 જગ્યાએ આગના બનાવ બન્યા
ભુજમાં બે મહિનામાં જ 6 જગ્યાએ આગના બનાવ બન્યા

By

Published : May 6, 2021, 7:22 AM IST

  • ઘાસના વાડા અને ખુલ્લા પ્લોટમાં 3 આગના બનાવો
  • માનકુવા પાસે આગના બનાવમાં 2 લોકોના મોત થયાં હતાં
  • કોવિડ સેન્ટર પર આગના કોઈ બનાવ ન બને એ માટે જાગૃતતા લાવવા પગલા
    ભુજમાં બે મહિનામાં જ 6 જગ્યાએ આગના બનાવ બન્યા

કચ્છઃભુજ જીઆઇડીસીમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે 2 આગના બનાવ બન્યા હતા. આ ઉપરાંત એક ટ્રકમાં આગ લાગી હતી, પરંતુ તે અકસ્માતના કારણે આગ લાગી હતી. 3 જેટલા આગના બનાવ ઘાસના વાડા અને ખુલ્લા પ્લોટમાં બન્યા હતા.

આ પણ વાંચોઃમહેસાણાના કડીમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ લાગી આગ

જુના ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ થતા શોર્ટ સર્કિટ

જીઆઇડીસી ખાતે જુના ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ થતા શોર્ટ સર્કિટને કારણે આગ ના બનાવ બન્યા હતા. આ ઉપરાંત માનકુવા પાસે થયેલા આગના બનાવમાં 2 લોકોના મોત થયાં હતાં જે અંગે તપાસ શરૂ છે.

ભુજમાં બે મહિનામાં જ 6 જગ્યાએ આગના બનાવ બન્યા

આ પણ વાંચોઃજામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ?

શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બનતી રહે છે

આ ઘટના અંગે ફાયર ઓફિસર અનિલ મારૂએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બનતી રહે છે. આ ઉપરાંત જાગૃતતા લાવવા માટે ખાસ કરીને કચ્છની કોવિડ હોસ્પિટલમાં અન્ય જિલ્લાઓની જેમ આગના કોઈ બનાવ ન બને એ માટે હોસ્પિટલના સ્ટાફને તકેદારી રાખવાની જરૂર છે. આ ઉપરાંત કોઈપણ જાતની તાલીમની જરૂર રહેશે કે કોઈપણ ફાયર ફાઈટરની જરૂર જણાશે, તો ફાયર સ્ટેશન તરફથી ચોક્કસપણે મદદ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details