ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ભચાઉ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો

કચ્છ ભરમાં ગરમીનો પારો આકરો છે ત્યારે તેની વચ્ચે શુક્રવારે કચ્છના ભચાઉના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

varsad
કચ્છના ભચાઉ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો

By

Published : Apr 17, 2021, 2:10 PM IST

Updated : Apr 17, 2021, 4:15 PM IST

  • ગરમીના આકરા પારા સામે કમોસમી વરસાદ વરસ્યો
  • જંગી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો
  • કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી બીમારીમાં થશે વધારો

કચ્છ: જિલ્લાના ભચાઊમાં શુક્રવારે દિવસભરના ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પ્રથમ સામાન્ય ઝાપટું પડ્યું હતું. પરંતુ, બાદમાં એક કલાકના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વીજળી પણ ગૂલ થઈ હતી.

આ પણ વાંચો : નવસારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, પાકોમાં ભારે નુકસાનની ભિતિ


જંગી વિસ્તારમાં કરાં સાથે વરસાદ વરસ્યો

ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. જેમાં જંગી ગામે ભારે પવન અને ગાજવીજ સાથે કરાં સાથેનો વરસાદ વરસ્યો હતો. કોરોના મહામારી વચ્ચે કમોસમી વરસાદ થતા બીમારી વધવાની શક્યતા રહેશે. ભચાઉની ઉત્તર દિશાએ આવેલા ખારોઈ અને ચોબારીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

Last Updated : Apr 17, 2021, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details