કચ્છ: હાઈકોર્ટમાં વકફ બોર્ડ દ્વારા અરજી (Wakf Board application to High Court) કરવામાં આવી હતી કે, બેટ દ્વારકાના 2 ટાપુની જમીન મૂળ વકફ બોર્ડની છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને અરજી સાંભળવાનો ઇનકાર કરીને વેકેશન કોર્ટમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં આવેલા નાના કુલ આઠ ટાપુઓમાંથી બે ટાપુની જમીન પર વકફ કમિટી દ્વારા માલિકીનો દાવો કરતી અરજીઓ કરવામાં આવી હતી. સોમવારે ભુજ ખાતે હિન્દુ યુવા વાહિની (Hindu Yuva Vahini chairperson) ગુજરાત રાજ્યના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપીને સરકારને આ વકફ બોર્ડના કાનૂનને રદ્દ કરવા અપીલ કરી હતી.
વકફ બોર્ડ કહેશે કે રાષ્ટ્રપતિ ભવન અમારું છે તો શું સાબિત કરવું પડશે ? : યોગી દેવનાથ બાપુ
યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વકફ બોર્ડની આ અરજી હાઈકોર્ટે (Wakf Board application to High Court) ફગાવી દીધી છે અને આ દ્વારકાની ભૂમિએ હિન્દુ સમજના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે અને 5000 વર્ષ પૂર્વેનું આ સ્થળ છે. તેના પર તમારી માલિકી ન હોઈ શકે. વકફ બોર્ડનો UPA એક્ટ 2 2013ની અંદર મનમોહન સિંહની સરકારે કાયદો લાવ્યો અને કાયદાની અંદર એવું જાહેર કરાયું કે વકફ બોર્ડ દોઢ રૂપિયાનું પાનું લઈ અને લખે કે આ વસ્તુ મારી છે તો જેનું મલિકીપણું છે તેમને તે સાબિત કરવું પડે કે આ તેમની છે નહીં કે વકફ બોર્ડની. કાલે ઉઠીને જો વકફ બોર્ડ એમ કહે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે તો રાષ્ટ્રપતિને સાબિત કરવું પડે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે. વકફ બોર્ડ એમ કહેશે કે આ રાજ્યસભા, વિધાનસભા અમારી છે તો શું વિધાનસભા અને રાજ્યસભાન સાબિતી અપાવી પડશે કે તે તેમની છે.