છતે પાણીએ કચ્છ તરસ્યુ, હાઇકોર્ટે સરકારને આપ્યો ધાક બેસાડતો ચુકાદો
કચ્છ: પાણીની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીને પગલે પાણી સમસ્યાને ઉકેલવાનો હાઇકોર્ટે દિશા નિર્દેશ કર્યો છે. કચ્છના આગેવાન આદમ ચાકીની આ અરજીથી હાઇકોર્ટે કચ્છના ભૂતકાળના પાણીના જથ્થા જીયો હાઇડ્રોલોજીનો સર્વે રિસર્ચ કરી ભવિષ્યમાં પાણી પુરવઠા માટે અસરકારક મેનેજમેન્ટ પ્લાન બનાવવા નિર્દેશ આપ્યો છે.
હાઇકોર્ટે સરકારને આપ્યો ધાક બેસાડતો ચુકાદો
ભુજ ખાતે મંગળવારે આગેવાન આદમ ચાકીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોર્ટ આ અરજીને પગલે કચ્છ ડેમ સરોવર જેવા પાણીના સંગ્રહસ્થાનો ઉંડા કરવા માટે આયોજનનો અમલ કરવા, હયાત કૂવાઓની સફાઈ કરવા, વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા, પાણીની તંગી ભોગવતા બની વાગડના વિસ્તારનો તત્કાળ સર્વે હાથ ધરી ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તાકીદ કરી છે.