કચ્છ: ભુજનું હમીરસર તળાવ શહેરનું સૌદર્ય અને કચ્છીઓની લાગણીનું પ્રતિક છે. છેલ્લે 2015માં ભારે વરસાદથી રાત વચ્ચે છલકાઈ ગયું હતું. આ તળાવ બે વર્ષ સુધી ખાણેત્રા બાદથી ખાલી રહી જતું હતું. બે ચોમાસાથી સારા વરસાદ છતાં આ તળાવ ખાલી રહેતા લોકો મેઘરાજાને તળાવને છલકાવી દેવાની પ્રાર્થના કરી રહ્યા હતા.
ભુજનું હમીરસર તળાવ છલકાવાના આરે આ વચ્ચે રવિવારે સાંજથી સોમવાર સવાર સુધીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શહેરનો તળાવના પાણીની આવકના મોટા બંધમાં જોશભેર પાણી શરૂ થયા હતા. જેને પગલે સમગ્ર શહેરમાં હર્ષની લાગણી ફરી વળી હતી અને લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા.
ભુજનું હમીરસર તળાવ છલકાવાના આરે કોરોના મહામારી વચ્ચે જન્માષ્ટીના મેળાથી દૂર રહેલા શહેરીજનો જાણે હમીરસરનો મેળો માણવા નિકળ્યા હોય તેમ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત સાથે લોકોને સુરક્ષા માટે સાવચેત કરાયા હતા.
ભુજનું હમીરસર તળાવ છલકાવાના આરે પ્રાર્થના જોશી નામની યુવતીએ ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે, પાંચ વર્ષ બાદ તળાવમાં પાણી જોઈને હદયનાો ઉલ્લાસ સમાતો નથી. હવે થોડું પાણી આવી જાય તો તળાવ છલકાઈ જશે. જન્માષ્ટમીનો મેળો માણ્યો નથી પણ આજે મેઘરાજાની મહેર સાથે લોકો હમીરસર તળાવના નવા નીરની આવકનો મેળો માણી રહ્યા છે.
ભુજનું હમીરસર તળાવ છલકાવાના આરે હિતેશ પટેલ નામના યુવાને જણાવ્યુ હતું કે, હમીરસર તળાવમાં પાણી આવવાનુ શરૂ થાય તે પણ અમારા માટે મોટી વાત છે. રાત વચ્ચે તળાવ આટલું ભરાય જાય, ત્યારે લોકોની લાગણીમાં ઉભરો આવી જાય છે. લોકો તળાવ કિનારે ઉમટી પડ્યા છે. ગઈકાલે રવિવાર હતો, રજાનો દિવસ આજે સવારે સોમવારથી ઉઘડતી બજાર હોવા છતાં રજા જેવો માહોલ છે. આ સાથે બે રવિવારની રજા લોકો પાણી રહ્યા છે.
ભુજનું હમીરસર તળાવ છલકાવાના આરે 2011માં જે રીતે પૂર આવ્યું હતું અને કલાકોમાં તળાવ છલકાઈ ગયુ હતુ, તેમ રાત વચ્ચે આ પાણી આવી ગયું છે. કોરોના મહામારીમાં લોકોને મેળાનો ગમ છે. તેની સામે આજના સમયનો આનંદ પણ છે. કમલ જોશી નામના યુવાને કહ્યું કે, ખાણેતા પછી તળાવ આજે છલકાવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે શહેરીજનો મેઘલાડુની તૈયારીમાં છે.