કચ્છઃ ઉતરાયણ બાદથી જ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 8 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો (Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 20થી 22 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો (Rainfall Forecast in Gujarat) ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે.
ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે
આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશ ઘટાડો જોવા મળશે. પણ 20થી 25 જાન્યુ. દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ (Non Seasonal Rain in Gujarat) પડશેને કરા પણ પડવાની સંભાવના છે. આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઇ શકે છે.