વર્ષોથી વિદેશ સ્થાઇ થયેલા બિનનિવાસી ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા વતનના લોકોને પડતી મુશ્કેલીઓમાં આર્થિક યોગદાન કચ્છને પ્રાપ્ત થાય છે, તે રીતે ગુજરાતમાં માળખાકીય સુવિધાના કામો, ઉદ્યોગો, આરોગ્ય સેવાઓ, ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ આવી મૂડીરોકાણ કરવા આહવાન કર્યુ હતું.
વિદેશમાં વસતા કચ્છી ભારતીયોનો દેશપ્રેમ અનેરો: CM રૂપાણી
કચ્છ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારના કચ્છની મુલાકાતે આવ્યા હતા. રવિવારે ભુજમાં યુ.કે., કેન્યા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, નૈરોબી સમાજના બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત બેઠકમાં હિંમત અને સાહસ સાથે ઇમાનદારીથી કામ કરતા ભારતની પ્રતિષ્ઠ, વતનની પ્રતિષ્ઠા વધારી છે. તે બદલ ખુબ-ખુબ અભિનંદન પાઠવી વિદેશ વસતાં કચ્છીઓનો વતનપ્રેમ વખાણ્યો હતો અને વતન અને દેશના વિકાસમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત
આ બેઠકમાં ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, શ્ગોરધનભાઈ ઝડફીયા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વાધ્યાક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન સહિત લેઉવા પટેલ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે અરજણભાઇ પિંડોરીયા અને પ્રવિણભાઇ પિંડોરીયાએ બિન નિવાસી ભારતીયોનો વિજયભાઇ રૂપાણીને પરિચય આપ્યો હતો.