ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના જંગઃ આરોગ્ય તંત્રએ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને મેળવ્યા ખૂબ જ સારા પરિણામ... વાંચો વિશેષ અહેવાલ

કોરોના મહામારીનો કહેર વચ્ચે લોકોની સમજવવા સૌથી વધુ અઘરૂ કામ છે, તેમાં પણ ગ્રામ્ય વિેસ્તારોમાં વિશ્વાસ સાથે કામ કરવું એટલે જવાબદારોની કસોટી કરાવી દે છે, સરહદી કચ્છ જિલ્લો પોતાની અનોખી પરંપરા ધરાવે છે. જેમાં કચ્છી બોલી આજે પણ મોટાભાગના ઘરોમાં બોલાય છે. કચ્છમાં આરોગ્ય વિભાગે કોરોના સામેના જંગમાં લોકો ડરે નહી અને સાથ સહકાર આપે તે માટે કચ્છી ભાષાનો મહતમ ઉપયોગ કર્યો છે. અને તેના જ પરીણામે કચ્છના ગામોમાં કોરોના સામેની જાગૃતિ વધુ જોવા મળી રહી છે.

By

Published : Apr 22, 2020, 7:20 PM IST

Updated : Apr 27, 2020, 8:55 PM IST

kutch
કોરોના મહામારી

કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર મુળ કચ્છના જ છે અને વિવિધ ગામોના વિવિધ લહેકા સાથેની કચ્છી ભાષામાં ખુૂબ સારી રીતે વાતચીત કરતા હોય છે. કોરોનાના જંગ છેડાયો તે દિવસથી જ આરોગ્ય તંત્રની ટીમોએ કચ્છ ભરમાં હોમ ટુ સર્વે આર્દયો છે. જેમાં અત્યાર સુધીમાં 99.64 ટકા કામગીરી પુરી કરી લેવાઈ છે. કોરોનાનો ડર ફેલાયેલો હોય ત્યારે સામાન્ય શરદીના લક્ષણથી પણ લોકોમાં ડર ફેલાઈ જતો હોય ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારી ઘરે ઘરે સર્વે કરે ત્યારે સ્વાભાવિક જ ડરનો માહોલ વચ્ચે લોકો વાતચીત કરતા પણ ગભરાતા હોય છે. આ સ્થિતીમાં જયારે કર્મચારી પોતાની જ ભાષામાં પરીવારજન હોય તેમ સમજણ સાથે વાતચીત કરે એટલે ચોકકસ સહકાર અને સત્ય બન્ને મળી રહે છે. આ જ ફાયદો કચ્છમાં થયો છે.

આરોગ્ય તંત્રએ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને મેળવ્યા ખુબ જ સારા પરીણામ
જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારતે જણાવ્યુ હતું કે, કચ્છમાં આરોગ્ય તંત્રનો જે સ્ટાફ છે જેમાથી 50 ટાક લોકો કચ્છી જ છે. આ કારણે ગામોમાં જે કઈં પણ કામગીરી થાય છે. ત્યારે કચ્છીભાષામાં વાતચીત મહત્વપુર્ણ બની રહે છે. કચ્છના અનેક ગામોમાં કચ્છી ભાષાની વાતચીત કરવાના ફાયદા પણ જણાયા છે. કારણ કે, લોકોના તંત્રની કર્મચારીઓ સાથે પોતાનાપણુંનો ભાવ જોવા મળે છે. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું હોય ત્યારે જે લોકો છે તેમની બોલી તેમની જ સમજણને ધ્યાને રાખવું ખુબ જરૂરી છે. કચ્છમાં ભચાઉ, રાપરને બાદ કરતા મોટાભાગે તમામ ગામોમાં કચ્છી ભાષાનો ઉપયોગથી તંત્રને સર્વમાં રાહત પણ મળી છે. આ ઉપરાંત ગાંધીધામ જેવા પંચરંગી સંકુલ, મુંદરા જેવા ઔઘોગિક નગર સહિતમાં કર્મચારીઓ હિન્દી, ગુજરાતીમાં પણ સ્થાનિકો સાથે વાતચીત અને સર્વેની કામગીરી પુરી કરી છે. ડો કન્નરે ઉર્મયું હતુ કે, કચ્છના ગામોમાં 40 ટકા મહિલાઓને ગુજરાતી કે, હિન્દીમાં વાત કરીએં, સમજણ આપીએ તો મોટાભાગે તેઓ સમજતા જ નથી અથવા થોડુંઘણું સમજે તો તેમને રસ પડતો નથી. આ સ્થિતીમાં સર્વે દરમિયાન કર્મચારીઓએ મોબાઈલમાં કચ્છીભાષામાં બનાવેલા વીડિયો અને ઓડિયો સંભળાવીને તેમની સાથે વાતચીત કરે છે. આ રીતે સર્વેનો એટલો ચોકકસ લાભ મળ્યો છે કે, 1500થી વધુ શરદી અને ખાંસીના દર્દીઓને ડરથી દુર કરીને સારવાર કરવામાં આવી છે. તેમણે ઉમેયું હતું કે, તાજેતરમાં લખપત તાલુકાના છેવાડા ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા પછી મહિલા અને બાળકોમાં ડર હતો. 100 ટકા ગામમાં કચ્છી ભાષા બોલાય છે. લોકોમાં ડર હોય ત્યારે સાયરન સાથે લાઉડ સ્પીકર પર ગુજરાતી કે, હિન્દીનો ઉપયોગ અમે ટાળ્યો હતો. જેથી લોકોને કચ્છી ભાષામાં જ સમજાવ્યા જેથી ગ્રામજનોએ તંત્રને સહકાર આપ્યો હતો. એક વીડિયોમાં આરોગ્ય અધિકારીએ કચ્છી ભાષામાં કોરોના સામેની જાગૃતિ અને સાવધાની બાબતે માહિતી આપીને લોકડાઉનના અમલીકરણ અને તંત્રને સહકાર આપવાનો અનુરોધ કર્યો છે.
Last Updated : Apr 27, 2020, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details