ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણના 3 કોન્સ્ટેબલ ભાવનગરથી ઝડપાયા - Mundra of Kutch district

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના 2 યુવકોના કસ્ટોડિયલ ડેથના ગુનામાં બે મહિનાથી વધારે સમયથી નાસતાં રહેલાં 3 પોલીસ હેડ કોન્સેબલો અંતે ભાવનગરની હોટેલમાંથી ઝડપી પાડ્યાં હતા.

મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 3 ભાગેડુ કોન્સ્ટેબલ ભાવનગરથી ઝડપાયા
મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 3 ભાગેડુ કોન્સ્ટેબલ ભાવનગરથી ઝડપાયા

By

Published : Mar 27, 2021, 5:48 PM IST

Updated : Mar 27, 2021, 7:46 PM IST

  • 3 ફરાર પોલીસ કર્મચારીને મીડિયા સમક્ષ રજૂ કરાય
  • કોન્સ્ટેબલોને ભાગવા માટે મદદ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
  • કસ્ટોડિયલ ડેથના 3 કોન્સ્ટેબલો ઝડપાયા

કચ્છઃ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના બે યુવકોના કસ્ટોડિયલ ડેથના ગુનામાં બે મહિનાથી વધારે સમયથી ભાગતા રહેલાં ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલો અંતે પોલીસના હાથે આવ્યા હતાં. પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંઘની ઉપસ્થિતિમાં ત્રણે આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરાયાં હતા. આરોપી જયદેવસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ અને અશોક કનાદને ભાવનગર પોલીસની મદદથી LCBએ ભાવનગરની હોટેલમાંથી ઝડપી પાડ્યાં હતા.

ગુનો આચર્યા બાદ કોન્સ્ટબલો ફરાર

ગુનો આચર્યા બાદ ત્રણે હેડ કોન્સ્ટબલો આ ગુનાના સહઆરોપી નરવીરસિંહ સરવૈયાની કાર લઈ કચ્છ બહાર ભાગી છૂટ્યા હતા. આરોપીઓ ભાગીને મુંબઈ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ ગોવા પહોંચ્યા હતા. વાહન બગડતાં ત્રણે જણ ટ્રક મારફતે હૈદરાબાદ ગયા હતા. હૈદરાબાદથી તેઓ સંઘપ્રદેશ સેલવાસ આવ્યાં હતા અને સેલવાસથી ભાવનગર પહોંચ્યાં હતા. જો કે, લાંબા સમય સુધી આરોપીઓ પોલીસથી બચતાં રહીને કેવી રીતે ભાગતા રહ્યા તે મુદ્દે અનેક સવાલો સર્જાયાં છે.

આરોપીઓ વિશે અનેક સવાલો

આરોપીઓ હોટલોમાં અસલી ઓળખના આધારે આપી રોકાતાં હતા કે નકલી આધારો રજૂ કરતાં હતા, ભાગવા માટે જરૂરી નાણાં કેવી રીતે મેળવતાં હતા, કેવી રીતે તેઓ આટલી બધી જગ્યાઓનો પ્રવાસ કરતાં રહ્યાં, શું કોઈ તેમને મદદ કરતું હતું કે, કેમ તેવા અનેક સવાલો સર્જાયા છે. SPએ જણાવ્યું કે, આરોપીઓના રીમાન્ડ દરમિયાન સઘન પૂછપરછમાં આ સવાલોના જવાબ મેળવાશે.

આરોપીઓ પોલીસ કર્મચારીઓ હોવાથી પોલીસ તપાસની પધ્ધતિથી વાકેફ

આરોપીઓ પોતે પોલીસ કર્મચારીઓ હોવાથી પોલીસ તપાસની પદ્ધતિથી વાકેફ હતા. તેથી તેઓ પોતાના મોબાઈલ ફોન કે, વૉટસએપ જેવી એપ વાપરતાં ન હોતા એટલું જ નહીં, પોતાના નિકટના સગા-સંબંધીઓના ફોન પણ સર્વેલન્સમાં મૂકાયાં હોવાની શક્યતાના આધારે તેઓ પરિવારજનોનો પણ સંપર્ક સાધતાં ન હોતા. ફરાર પોલીસ કર્મચારીને મદદ કરનારા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાશે.

SP સૌરભસિંઘે જણાવ્યું

SP સૌરભસિંઘે જણાવ્યું કે, આ ગુનામાં પોલીસ મુન્દ્રા PI પઢિયાર સહિત અન્ય 2 પોલીસ કર્મીઓ, 2 ગ્રામ રક્ષક દળના જવાન, 2 સિવિલિયન સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય 3 વોન્ટેડ આરોપીઓ પકડાઈ જતાં પોલીસને મોટી રાહત મળી છે. તેમની પૂછપરછમાં ગુનાનો હેતુ સ્પષ્ટ થશે. શું તેમણે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા યુવકો પર દમન ગુજાર્યું હતું કે, પછી કોઈ જમીનના વળતરના ડખ્ખામાં આ કૃત્ય આચર્યું હતું. તે તપાસમાં સ્પષ્ટ થઈ જશે કોન્સ્ટેબલોને ભાગવા માટે મદદ કરનારાં લોકોની ભૂમિકા બહાર આવશે તો તેમની વિરૂદ્ધ પણ કેસ નોંધવામાં આવશે.

Last Updated : Mar 27, 2021, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details