આગામી ગુરુવાર અને શુક્રવાર દરમ્યાન કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. મધ્ય પ્રદેશના ઉત્તરીય ક્ષેત્રમાં સર્જાયેલી સકર્યુલેશનની સ્થિતિ આવનારા પાંચ દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસાવશે. કચ્છમાં આ આગાહીથી નવી આશા જાગી છે. બે-ત્રણ દિવસ પછી નિશ્ચિત ગણાવાઇ રહેલો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ કચ્છમાં વરસાદી પાણીની ખાધ પૂરી નાખે તેવી આશા કચ્છી જનજીવનમાં બંધાઇ છે.
કચ્છમાં વરસાદની આગાહી, બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોતા કચ્છીજનો
કચ્છ: જિલ્લામાં હાલ વરસાદી વાતવરણ જોવા મળી રહયું છે. વાદળો પણ ઘેરાયેલા છે. ત્યારે કચ્છીજનો મેઘરાજાના બીજા ધમાકેદાર રાઉન્ડની રાહ જોઈ રહયા છે. શ્રાવણ માસ પૂરો થવાની તૈયારીમાં છે. કચ્છીઓ હજુ પણ વાલીડો વરસે તેવી ઝંખના સેવી રહ્યા છે. હવામાન વિભાગે સારા વરસાદનો વર્તારો દર્શાવ્યો છે.
etv bharat kutch
આ ચોમાસામાં વિલંબ પછી વાલીડો વરસ્યો અને મેઘલ માહોલથી કચ્છના માડૂ અને ખેડુ ખુશ થઇ ગયા છે. છેલ્લા એકાદ પખવાડિયાથી ઉષ્ણતામાપક પારો સહેજ ઊંચકાયો છે. ભૂજ સહિતના શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહયું છે. ત્યારે મેઘરાજા કચ્છની ધરતીને ઠારે, તો સૂકી ખેતીમાં પણ પ્રાણ ફૂંકાય તેવી આશા કચ્છીમાંડુઓ રાખીને આતુરતાથી રાહ જોઈ રહયા છે.