ભુજઃ આજે સવારે મુંબઇથી ભુજ આવતી એલાઇન્સ એરની ફ્લાઇટમાં એન્જીન કવર (Flight without engine cover) વગર જ મુંબઈથી આ ફ્લાઇટ ભુજ આવી પહોંચી હતી અને ગંભીર બેદરકારી સામે આવી હતી. ભુજમાં લેન્ડ થયેલા પ્લેનના એન્જીન કવર ન હોવાને મામલે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસ કરવામાં આવશે.
મુંબઈથી ભુજ આવતી ફલાઇટમાં એન્જીન કવરનો ભાગ થયો ધરાશાયી
મુંબઇથી સવારે 6 વાગ્યે ક્રુ મેમ્બર સહિત 66 મુસાફરો સાથે ATR 72-600 નંબરવાળી ફલાઇટ (Alliance Air flight without engine cover) મુંબઈથી ભુજ આવી રહી હતી. પરંતુ તેનામાં એન્જીન કવર જેને ટેક્નિકલ ભાષામાં કાઉલિંગ કહેવાય છે તે ન હોવાનું ધ્યાનમાં (Flight without engine cover) આવ્યું હતું. પરંતુ આ ફ્લાઇટ સુરક્ષિત રીતે ભુજ એરપોર્ટ ઉપર ઉતરી ગયું હતું. આ કવર મુંબઇ એરપોર્ટ ઉપર જ નીકળી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મુંબઈથી ટેક ઓફ દરમિયાન એન્જીન કવરનો ભાગ થયો ધરાશાયી
આ ઉપરાંત ફરી ભુજથી મુંબઈ ફ્લાઇટ જવાની હતી. પરંતુ બેદરકારી સામે ટેકનીકલ ખામી ધ્યાને આવતા 61 મુસાફરો સાથે પરત જવાની ફ્લાઇટને ભુજ એરપોર્ટ ઓથોરિટીએ રદ કરી હતી. સાથે વિવિધ એરપોર્ટ એજન્સીઓએ આ મામલે તપાસ (Flight without engine cover) શરૂ કરી છે. મુંબઇથી ઉડાન ભરી ત્યારે કે પછી ઉડાન ભર્યા બાદ (Alliance Air flight without engine cover) આ ઘટના બની તે સદંર્ભે તપાસ કરવામાં આવશે.
આ જ વિમાનની મુંબઈ રીટર્ન ફ્લાઈટ રદ કરી ભુજમાં જ રોકી લેવાઇ છે આ પણ વાંચોઃ Mining Policy Submission: કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન માઈનિંગ પોલિસીમાં કયા ફેરફાર માટે CMને રજૂઆત કરી, જુઓ
મુંબઈ જવા માટેની રીટર્ન ફ્લાઇટ રદ કરવામાં આવી
ભુજ એરપોર્ટ ઓથોરીટીના મુખ્ય અધિકારી નવનીત ગુપ્તાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મુંબઇથી 66 મુસાફરો સાથે આ પ્લેને ઉડાન (Alliance Air flight without engine cover) ભરી હતી અને આ ફ્લાઇટમાં એન્જિનનું કવર ન હોવાનું સામે (Flight without engine cover)આવ્યું હતું. પરંતુ અહીં સુરક્ષિત લેન્ડ થયા બાદ ત્યાર બાદની જે 61 મુસાફરો એજ ફ્લાઇટમાં મુંબઇ જવાના હતા તે રીટર્ન ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઈન્ડિગો A320 શ્રેણીના 23 વિમાનોના એન્જિન બદલેઃ DGCA
ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા તપાસ કરવામાં આવશે
ઉપરાંત જ્યાં સુધી એરલાઇન્સ કંપની દ્વારા ટેકનીકલ ક્ષતિ (Flight without engine cover) દૂર ન થાય અને નવું કવર લગાડવામાં ન આવે ત્યાં સુધી આ પ્લેન ભુજ એરપોર્ટ પર રહેશે. એન્જિનિયર દ્વારા રેડી ટુ ફ્લાય સર્ટિફાઇડ કરવામાં આવશે ત્યારે જ તેને ફરીથી ટેક ઓફ કરવામાં આવશે. એન્જીન કવર વિના જ પ્લેન છેક મુંબઈથી ભુજ આવી પહોંચવાની ઘટનાને DGCA(Alliance Air flight without engine cover)દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે અને આ બાબતે ચોક્કસ તપાસ પણ કરવામાં આવશે.