ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો શા માટે નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં હોય છે સૌથી ઓછું

કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર (Cool in Naliya) વધી રહ્યું છે. કચ્છ ભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અબડાસા તાલુકાના નલિયામાં ફરી પારો (Naliya temperature) ગગડ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન (lowest temperature in gujarat) નલિયામાં જોવા મળી રહ્યું છે. શીતમથક નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટ તરફ આગળ વધી રહ્યો છે.

Naliya temperature
Naliya temperature

By

Published : Nov 19, 2021, 8:04 AM IST

  • નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ
  • નલિયાનું તાપમાન સિંગલ ડિજિટ તરફ
  • અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, ગુરુવારે 14.4

કચ્છ: છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં (lowest temperature in gujarat) ઉતાર ચડાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગ પેસારો કરતી જઈ રહી છે. અત્યાર સુધીમાં નલિયા (Cool in Naliya) રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને 10.5 ડિગ્રી જેટલો પારો નોંધાઈ ચૂક્યો છે. એક ડિગ્રીના ઘટાડા સાથે પારો સિંગલ ડિજિટમાં પહોંચી જશે. ગુરુવારે નલિયાનું લઘુતમ તાપમાન (Naliya temperature) 14.4 ડિગ્રી જેટલો નોંધાયું હતો.

જાણો શા માટે નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં હોય છે સૌથી ઓછું

નલિયામાં ઠંડીનું જોર વધ્યું, લોકોએ મોડી સાંજે બહાર નીકળવાનું ટાળ્યું

નલિયામાં (Cool in Naliya) લોકો મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરી રાખતાં હોય છે તેવી ઠંડી પડતી હોય છે. શિયાળાની ઋતુનો ચમકારો નલિયાના લોકો અનુભવી રહ્યા છે. પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા. તો રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું.

અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, ગુરુવારે 14.4

આ પણ વાંચો: પાવીજેતપુર ખાતે કોંગ્રેસના સ્નેહમિલન સમારોહમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યું ડ્રગ્સ અંગે નિવેદન

ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ

શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને લોકો ઠંડીનો અનુભવ પણ કરી રહ્યા છે. તેની વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કચ્છમાં સવારથી વાતાવરણમાં પલટો હતો અને વાદળ છાયાં વાતાવરણ વચ્ચે અમુક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.

જાણો શા માટે નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં હોય છે સૌથી ઓછું

હવામાન વિભાગના અધિકારીએ લઘુતમ અને મહતમ તાપમાન અંગે આપી માહિતી

ઠંડીના તાપમાન (Cool in Naliya) અંગે Etv Bharat સાથે વાતચીત કરતાં હવામાન વિભાગના (Meteorological Department) અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, હાલમાં બે ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં સર્જાયેલા એર પ્રેશરથી છૂટા છવાયા વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ બની રહેશે પરંતુ કચ્છમાં એટલો બધો વરસાદ નહીં પડે માત્ર છુટા છવાયા ઝાપટા પડશે. થોડાક દિવસો સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. લઘુતમ તાપમાન 20 જેટલો બની રહેશે તથા મહતમ તાપમાન 31- 32 ડિગ્રી સુધી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન ?

નલિયામાં (Cool in Naliya) હાલના દિવસોમાં મહતમ તાપમાન 30- 31 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુતમ તાપમાન (lowest temperature in gujarat) હાલના દિવસોમાં 13- 14 ડિગ્રી (Naliya temperature) જેટલો રહેશે. દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહેતું હોય છે તેમ આ વર્ષે પણ એવું જ રહેશે. ઓછું તાપમાન લોકેશન, વેજીટેશન, જમીન વગેરે કેવું છે તેના પર આધારિત હોય છે. નલિયાની આજુબાજુ રેતાળ જમીન છે, ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે. ઉપરાંત વૃક્ષો કેવા અને કેટલા છે એના આધારે પણ તાપમાન નીચું રહેતું હોય છે અને નલિયામાં પણ આજુબાજુના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો છે. જેથી ત્યાંનું તાપમાન નીચું રહેતું હોય છે.

ABOUT THE AUTHOR

...view details