- 1.50 લાખ લીટર પેટ્રોલ તથા 2 લાખ લીટર ડીઝલનો જથ્થો સમાઈ શકે તેવી ક્ષમતાની ભૂગર્ભ ટાંકીઓ
- કંપની દ્વારા નિયમિતપણે ગુણવતા તથા ભૂગર્ભ ટાંકીઓની કરવામાં આવે છે ચકાસણી
- દરરોજ સરેરાશ 17,000 લીટર પેટ્રોલ અને 20,000 લીટર જેટલું ડિઝલનું વેચાણ થાય છે
- પેટ્રોલ પંપો ઓટોમેટેડ સેન્સરોથી કાર્યરત્, કંપની CCTV કેમેરાથી રાખી રહી છે નજર
ભૂજઃ શહેર મોટા ભાગના પેટ્રોલ પંપ હવે ઓટોમેટેડ સેન્સરોથી કામ કરતા થઈ ગયા છે કે જ્યાં પેટ્રોલ પંપ પર થતી દરેક ગતિવિધિઓ કંપનીની જાણમાં હોય છે. કોઈ પણ જાતના કાર્યની દેખરેખ અને ચકાસણી કંપની દ્વારા કરવામાં આવે છે. ભાવના ફેરફારો તથા CCTV કેમેરા દ્વારા નજર રાખવી તે પણ હવે કંપની દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.
વિશાળ પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ધરાવતી ભૂગર્ભ ટાંકીઓ
ભૂજમાં કુલ 1.50 લાખ લીટર પેટ્રોલનો જથ્થો સમય શકે એટલી ક્ષમતા ધરાવતી ભૂગર્ભ ટાંકી આવેલી છે. 2 લાખ લીટર ડીઝલનો જથ્થો શકે એટલી ક્ષમતાવાળી ટાંકીઓ આવેલી છે.
આ પણ વાંચોઃપેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતાં વધારાથી સુરતના લોકો હવે સરકારી બસનો વપરાશ કરતા થઈ ગયા
કંપની, થર્ડ પાર્ટી, વિજિલન્સ દ્વારા નિયમિત ચકાસણી
દરેક પેટ્રોલ પંપની કંપની દ્વારા નિયમિતપણે 15-15 દિવસે તથા દર મહિને ચકાસણી કરવામાં આવે છે. તથા થર્ડ પાર્ટી ચેકીંગ, વિજિલન્સની ચેકીંગ પણ ગમે ત્યારે નિયમિતપણે કરવામાં આવે છે. ભૂજના ભૂમિ પેટ્રોલિયમમાં 2 ભૂગર્ભ ટાંકીઓ છે, જેમાંથી એક ટાંકીમાં ડેમેજ હોવાથી તે ઘણા સમયથી બંધ રાખવામાં આવી છે.
ગ્રાહકોની કોઈ ફરિયાદ નહીં