ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV BHARATની કચ્છના કલેક્ટર સાથે ખાસ વાતચીત, કહ્યું લોકો મોટી સખ્યામાં મતદાન કરે

કચ્છ: લોકશાહીના મહાપર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કિંમતી મત આપે તે માટે તંત્ર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 'વન નેશન વન એપ' દ્વારા ડિજિટલ મીડિયામાં આગેકૂચ કરનાર ETV BHARAT સાથે મતદાર જાગૃતિને લઇને કચ્છ કલેકટર રેમ્યા મોહને ખાસ વાતચીત કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 8:50 PM IST

લોકશાહીમાં મતદાન કરવું ખૂબ જરૂરી છે. મત ન આપવો હોય તો નોટાનો પણ ઉપયોગ કરીને પોતાનો મત ચોક્કસ આપવો જોઈએ. કચ્છ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, યુવાનોમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં મતદાન માટે જાગૃતિ ઓછી હોય છે. લોકોએ આ સમજવું પડશે અને જાણવું પડશે તેમજ પોતાનો મત પણ આપવો પડશે તેવો સમય છે.

લોકો મોટી સખ્યામાં મતદાન કરે તેવી કચ્છ કલેક્ટરની અપીલ

કચ્છમાં સ્કુલ-કોલેજમાં ખાસ આયોજન સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. આગામી 23મી એપ્રિલના દિવસે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ કચ્છના કલેક્ટરે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details