ગુજરાત

gujarat

ETV Bharat / state

દીનદયાળ પોર્ટના અધ્યક્ષપદ પર ફરી એકવાર સંજય ભાટિયાને સોંપાયો ચાર્જ - chairmanship

કચ્છ: દેશના મહાબંદરોમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન જાળવી રાખનારા દીનદયાલ પોર્ટના અધ્યક્ષપદ પર કાયમી અધિકારીની નિમણૂકના બદલે વધુ એક વખત મુંબઈ પોર્ટના ચેરમેન સંજય ભાટિયાને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 21, 2019, 12:05 PM IST

મળતી વિગતો મુજબ, એપોઈન્ટમેન્ટ કમિટી કેબિનેટ દ્વારા મુંબઈ પોર્ટના ચેરમેન સંજય ભાટિયાને વધુ છ મહિના માટે દીનદયાલ પોર્ટના અધ્યક્ષ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં તેમની મુદ્દતપૂર્ણ થતા ધારણા પ્રમાણે જ તેમને પુન: હવાલો આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, DPTનાકાયમી ચેરમેન તરીકે રવિ પરમારનું ડેપ્યુટેશન પૂર્ણ થયા બાદ મુંબઈ પોર્ટના ચેરમેન સંજય ભાટિયાને ચાર્જ આપવામાં આવ્યોહતો. હવે ત્રીજી વખત ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અંગેનો સત્તાવાર ઓર્ડર ગુરૂવારેજારી કરવામાં આવ્યો હતો.

સંજય ભાટિયા પાસે DPTઉપરાંત ઈન્ડિયન પોર્ટ એસોસિયેશનના અધ્યક્ષનો અને મુંબઈમાં પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીનો વધારાનો ચાર્જ છે. પોર્ટના ડેપ્યુટી ચેરમેનનું પદ પણ લાંબા અરસાથી ખાલી છે. આ પદ પર નિમણૂક માટેની પ્રક્રિયા જારી છે. હાલ સેક્રેટરી પાસે ઉપાધ્યક્ષનો હવાલો છે. આ ઉપરાંત ટ્રાફિક મેનેજર, સીએમઈનાં પદો પણ ઈન્ચાર્જના હવાલે છે. આવી પરિસ્થિતિમાં પણ તાજેતરમાં પોર્ટે 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંક બીજીવાર પાર કર્યો હતો. જો કાયમી નિમણુંક મળે તો પોર્ટનો વિકાસ વધુ થાય તેમ છે.


ABOUT THE AUTHOR

...view details