ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલથી લઇને સરકારી અને સાર્વજનિક હોસ્પિટલોની સ્થિતી બહુ ખરાબ છે. શહેરમાં ડેન્યુએ નાની વયના લોકોનો ભોગ લીધો છે. ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવર અને કમળાના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતી અંગે ડોક્ટરોનું કહેવું છે કે, તડકો નીકળ્યા બાદ સ્થિતિમાં સુધારો આવી શકે છે.
કચ્છમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં વધારો,આરોગ્યતંત્ર આવ્યું એક્શનમાં
કચ્છ:પંથકમાં સારા વરસાદ બાદ હવે મોસમે પોતાની પાંખો ફેલાવી છે અને લોકો બિમાર પડ્યા છે.આરોગ્ય તંત્રના કામગીરીના દાવા વચ્ચે ઈ ટીવી ભારતની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોઈને જ ખ્યાલ આવી ગયો કે,પંથકમાં ડેન્ગ્યુ તાવના દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી ચૂકી છે.આ ચિત્ર આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરવનારૂં છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સાથે ઓપીડીના દર્દીઓનો આંક પણ ઉંચો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ, કચ્છમાં એક મહિનામાં ત્રણ હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. જ્યારે, એક સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ સામે આવ્યા છે. તો મેલેરિયાના દસ મહિનામાં 252 કેસ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ આંકડો ઓછો છે, પરંતુ તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.
વર્ષ 2018માં મેલેરિયાના 601 અને ડેન્ગ્યુના 104 કેસ પોઝિટિવ આવ્યા હતા. હાલ આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે શરૂ કરીને રોગચાળા પર નિયંત્રણ લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.