કંડલા પોર્ટ પર મજૂરી કરતા લોકોને જાનમાલની ખુવારી ન થાય તે માટે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા કચ્છ:આજથી 25 વર્ષ પહેલા આવેલા ભયાવહ વાવાઝોડામાં કચ્છના રહેવાસી ગનીભાઇએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જો કે આ વખતે સમયસૂચકતા વાપરીને તેઓ સલામત સ્થળે ખસી ગયા છે. 1998 માં આવેલા વાવઝોડાને યાદ કરતા ગણીભાઈએ જણાવ્યું હતું કે તે વખતે વાવાઝોડામાં તેઓનો આખો પરિવાર વિખરાઈ ગયો હતો. 25 વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ આંખોમાં આંસુ ભરી દે છે.
1998 માં આવેલા વાવઝોડામાં ગણીભાઈએ પરિવારના 3 લોકો ગુમાવ્યા '1998ના વાવાઝોડા સમયે 18 વર્ષની ઉમરના હતા અને માતા હવાબાઈ, નાની આઇશા બાઈ અને સવા મહિનાના પુત્ર હસેનને વાવાઝોડામાં ખોયા હતા. આ વખતે ડરથી સ્વેચ્છાએ સ્થળાંતર કરીને સેલ્ટર હોમ પહોંચી ગયા છે. અહીંયા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે સુરક્ષિત છીએ.' -ગનીભાઈ અલીજામ, કામદાર
1500 લોકોને સલામત ખસેડાયા:બિપરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ પરથી 1500 લોકોને સલામત ખસેડાયા છે અને સુરક્ષિત જગ્યાએ સ્થળાતર કરવામાં આવ્યું છે. 3 જેટલા અલગ-અલગ આશ્રય સ્થાન પર કામદારોને રાખવામાં આવ્યા છે. વાવાઝોડાના ડર વચ્ચે લોકોને બસ મારફતે સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યું છે જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા:કંડલાના સ્થાનિક મહિલા સુનિતા સિંઘે જણાવ્યું હતું કે તેઓને બપોરના 3 વાગ્યે અહીંયા સુરક્ષિત લઈ આવવામાં આવ્યા હતા. અહીંયા આવ્યા બાદ ખાવા પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને કોઈ પણ જાતની અહીંયા તકલીફ નથી.'
'પોર્ટ તથા તંત્ર દ્રારા તમામ વ્યવસ્થા કરવામા આવી છે અને લોકોને ગોપાલપુરી ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામા આવી છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય થાય ત્યા સુધી તમામ વ્યવસ્થા અહીં આશ્રય સ્થાનો પર પોર્ટ દ્વારા કરવામા આવશે.' -ઓમ પ્રકાશ દાદલાણી, PRO, કંડલા પોર્ટ
વહીવટી તંત્ર સજ્જ: સંભવિત બિપોરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દરિયાઈ વિસ્તારના લોકોના જાનમાલને સલામતી માટે તંત્રના જુદાં જુદાં વિભાગના અધિકારીઓ પણ કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને દરિયા કાંઠા વિસ્તારના ગામોના તેમજ કંડલા પોર્ટ પર મજૂરી કરતા લોકોને જાનમાલની ખુવારી ન થાય તે માટે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કંડલાના દિનદયાળ પોર્ટ દ્વારા આશ્રય સ્થાન પર કામદારોને રાખવામાં આવી રહ્યા છે.
- ગુજરાત પર ખતરો યથાવત, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે કચ્છના જખૌ બંદર પર ત્રાટકશે 'બિપરજોય'
- Cyclone Biparjoy Live Update: મુખ્ય સચિવે વાવાઝોડાને લઈ ક્લેક્ટર સાથે કરી વિડિયો કોન્ફરન્સ