- ઓક્સિજન સાથેની 60 પથારીની સગવડ ધરાવતું કોવિડ કેર સેન્ટર સપ્તાહમાં ઉભું કરાયું
- સારવાર, ભોજન સહિતની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે
- તમામ જાતના ટેસ્ટ અને રિપોર્ટ માટે full fledged લેબોરેટરી ઊભી કરાઇ
- 60 બેડ ઓક્સિજનની સુવિધા સાથે ઉભા કરાયા
કચ્છ:ગાંધીધામ ખાતે આવેલા માનવ સેવા ટ્રસ્ટ બાલાશ્રમના સંકૂલમાં કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સામાજિક અગ્રણી અને ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યના સંયુક્ત ઉપક્રમે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. સપ્તાહ પૂર્વે આગેવાનોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગેનો વિચાર આવ્યો હતો. જેના અનુસંધાને સપ્તાહના ટૂંકા ગાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં ઓક્સિજન સાથેની 60 પથારીઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દાખલ થનારા દર્દીને સારવાર, ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.
કોવિડ કેર સેન્ટરનું સંચાલન રઘુવંશી સમાજના આગેવાનો તથા ABVPના કાર્યકર્તાઓ કરી રહ્યા છે
કોવિડ કેર સેન્ટર પહેલાં અહીં આઈસોલેશન સેન્ટર ઉભુ કરાયું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડૉ. નીમાબેન આચાર્યનો સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા સંચાલિત માનવસેવા ટ્રસ્ટના બાલાશ્રમનો સંકુલ ફાળવવામાં આવ્યો હતો અને એક સપ્તાહના ટૂંકા ગાળામાં અહીં 60 બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આ કોવિડ કેર સેન્ટરનું સંચાલન ગાંધીધામ રઘુવંશી સમાજના આગેવાનો તેમજ ABVPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:તેજસ હોસ્પિટલે શરૂ કરેલા કોવિડ સેન્ટરમાં દર્દી દાખલ હોય ત્યાં સુધી 2 સમયનું ભોજન અપાશે
કોવિડ કેર સેન્ટરમાં વિવિધ ટેસ્ટો માટે full fledged લેબોરેટરી ઊભી કરાઇ
આ કોવિડ કેર સેન્ટરમાં અતિ આધુનિક full fledged લેબોરેટરી પણ ઊભી કરવામાં આવી છે. જેમાં રેપિડ ટેસ્ટ, HRCT ટેસ્ટ તેમજ જુદાં-જુદાં ટેસ્ટ અને રિપોર્ટ નિ:શુલ્કપણે કરવામાં આવી રહ્યા છે.
વિવિધ સુવિધાઓ અપાઈ રહી છે
KCIL કોવિડ કેર સેન્ટરમાં 16 બેડ ICU તથા 2 બાઈપેપ મશીનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટર પર પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અહીં કોરોનાગ્રસ્ત દર્દીઓને બે ટાઈમ જમવાનું, ઉકાળો, લીંબુ પાણી, નારિયેળ પાણી, આમળાનું જ્યુસ તથા રાત્રે હળદરવાળું દૂધ પણ અપાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ઝાખર ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ