ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ તાલુકાના નાગોર ગામમાં કોરોના સંક્રમણ વધતા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ

કોરોનાથી ગામડાંને બચાવવાના રાજ્ય સરકારના "મારું ગામ-કોરોના મુક્ત ગામ" અભિયાનમાં કચ્છના ગામડાંઓ પણ જોડાયા છે. ગ્રામજનોની ભાગીદારી અને ગ્રામ પંચાયતોના સહયોગથી ગ્રામજનો ગામને કોરોનામુક્ત બનાવવા પ્રયાસો કરી રહ્યા છે.

નાગોર ગામમાં દાતાઓ દ્વારા સુવિધા ઊભી કરાઇ
નાગોર ગામમાં દાતાઓ દ્વારા સુવિધા ઊભી કરાઇ

By

Published : May 28, 2021, 11:49 AM IST

  • નાગોર ગામમાં દાતાઓ દ્વારા સુવિધા ઊભી કરાઇ
  • ગામમાં કુલ 400 વ્યક્તિએ રસી લીધી
  • સરપંચ પોતે ઘેર-ઘેર ફરી કોવિડ-19માં જનજાગૃતિ ફેલાવી રહ્યા છે

કચ્છ: કોરોનાની બીજી લહેરમાં ભુજ તાલુકાના નાગોર ગામે તાજેતરમાં 12 કોવિડ સંક્રમિતો જાહેર થયા હતા. જેથી સરપંચ અરવિંદભાઇ કતારીયાએ ગ્રામજનોની મદદ અંગે આરોગ્ય તંત્રની મદદથી તત્કાળ નાગોર પ્રાથમિક શાળામાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 10 બેડની સુવિધા ઉભી કરી દીધી હતી. હાલ તેમાં કોવિડના 2 મહિલા અને ૩ પુરુષ દર્દી આઇસોલેટ છે. જ્યારે અન્ય સંક્રમિતો પોતાના ઘરે જેમની પાસે મોટા ઘર છે, તેઓ હોમઆઈસોલેટ છે.

દાતાઓ દ્વારા સુવિધા ઊભી કરાઇ

આ કોમ્યુનિટી કેર સેન્ટરમાં રસોઈયા રસોઈ બનાવી આપે છે. કોવિડના દર્દીને ફળ, ચા-નાસ્તો જમવાનું સરપંચ તરફથી અપાય છે. જ્યારે દાતાઓ દવા હાથ ગ્લોવઝ, PPE કીટ, ઓક્સિમીટર અને કચ્છ વિકાસ ટ્રસ્ટના તબીબને ગામદાતાઓ તરફથી 50 ટકા ફી આપી સારવાર માટે ઉપલબ્ધ કરાવાયા છે. ભુજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ડો.ખુશ્બુબેન ભાનુશાળી સાથે નિયમિત સાંજે આવી દર્દીઓની તપાસ કરે છે. માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નર્સ ઉર્મિલાબેન છાડ અને આશાવર્કર બહેનો પણ પોતાની ફબજ બજાવતી રહે છે.

આ પણ વાંચો: સ્કૂલ બંધ થતા સંગીતના શિક્ષકે કોવિડ કેર સેન્ટરમાં...

ગામમાં કુલ 400 વ્યક્તિએ રસી લીધી

20મેથી 'મારૂં ગામ-કોરોના મુક્ત ગામ' અભિયાન હેઠળ ગ્રામજનો અને યુવાનોનો ભરપુર ટેકો રહ્યો છે. સેનિટાઈઝર, માસ્ક વિતરણ, દાતાઓ દ્વારા બનતી તમામ મદદ અને કોરોના રસીકરણનો ત્રીજો કેમ્પ પણ અમે હાલજ પુરો કર્યો છે. 60 વર્ષની મોટી અને 45 વર્ષથી મોટી ઉંમરના લોકોનો બે ડોઝ રસી થઇ કુલ 400 લોકોએ રસી લીધી છે. જ્યારે ગામના યુવાનો કોરોનાને હરાવવાં ઉત્સુક છે. કોરોના વેક્સિનેશન લેવા માટે તેઓ થનગની રહ્યા છે. એમ સરપંચ અરવિંદભાઇ કહે છે. જ્યારે ગામના જ એક યુવાન પ્રવિણભાઇ સોરઠીયા કહે છે, કોરાનાને હરાવવા અને સંક્રમણને રોકવા અમે યુવાઓ પણ રસી લઇ પોતાનું યોગદાન આપવા માંગીએ છીએ.

આ પણ વાંચો: મારૂ ગામ કોરોના મુક્ત: વડોદરાનું મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

સરપંચ પોતે ઘેર-ઘેર ફરી જનજાગૃતિ ફેલાવી રહ્યા છે

જ્યારે ડો.ખુશ્બુબેન ભાનુશાળી જણાવે છે કે, અહીં ગામમાં આર્યુવેદિક ઉકાળા, માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા છે. કોવિડ વેક્સિન માટે લોકોનો ઉત્સાહ પ્રશસંનીય છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને હોમ આઈસોલેશન દર્દીઓ માટેની ગામે કરેલી વ્યવસ્થાઓ પણ નોંધનીય છે. સરપંચ પોતે ઘેર-ઘેર ફરી કોવિડ-19માં સાવચેતી અને સલામતી માટે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. જેમાં ગામના જાગૃત નાગરિકો પણ સાથે હોય છે. તેઓ ઈચ્છે છે કે તમામ સંક્રમિત, કોમ્યુનિટી કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહે, પરંતુ ઘણા લોકો ઘરે જ સારવાર લેવાનું પસંદ કરે છે. દરેક વ્યકિતએ સરકારની કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details