ભુજઃ કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે અને ચિતાંજનક સ્થિતિએ વધી રહ્યું છે. ત્યારે લોકડાઉન કરવાની માંગ સાથે પુર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ આ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે.
કચ્છમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્થિતિએ, મુખ્યપ્રધાનને પત્ર લખી લોકડાઉનનું કર્યું સુચન
કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે અને ચિતાંજનક સ્થિતિએ વધી રહ્યું છે. ત્યારે લોકડાઉન કરવાની માંગ સાથે પુર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ પણ આ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે.
રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખીને પૂર્વ રાજય પ્રધાન અને કચ્છ સમાજ સેવી આગેવાન તારાચંદ છેડાએ જણાવ્યુ છે કે, જિલ્લાભરમાં કોરોના મહામારીનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયુ છે. તંત્ર જે મહેનત કરી રહી છે તે એળે જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે પણ રજાઓના દિવસોમાં ડેમ તળાવ સહિતના વિસ્તારોમાં અનેક લોકો ઉમટી રહ્યા છે. સામાજિક અંતર અને માસ્ક સહિતના નિયમોનું પાલન નથી થઈ રહ્યુ અને કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. સ્થિતિ એ હદે ચિંતાજનક છે કે જો હવે કોઈ પગલા નહીં ભરાય તો કોરોના સંક્રમણને અટકાવવું મુશ્કેલ બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શનિવાર રવિવારના બે દિવસ લોકડાઉન અને સાંજે સાંત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કર્ફયુ લગાવવામાં આવે. ઈટીવી ભારત સાથે વાતચીતમાં તારાચંદ છેડાએ જણાવ્યુ હતું કે લોકડાઉન અને કોરોના મહામારીના ચોકકસ નિયમોનું પાલન હવે કડક હાથે કરાવવું પડે તેવી સ્થિતિ બની છે. તંત્રની મહેનત એળે જાય એવી સ્થિતિમાં છુટછાટ સાથે લોકડાઉન અને કર્ફ્યુ જ ઉપાય જણાઈ રહ્યા છે.