કિન્નર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કોમી એકતા સાથે 25 નવ દંપતી લગ્નના બંધને જોડાયા કચ્છ:સામાન્ય રીતે કિન્નરો લગ્નમાં નવદંપતીને આશીર્વાદ આપવા લગ્ન સ્થળે પહોંચતા હોય છે પરંતુ કચ્છના ઐતિહાસિક શહેર અંજાર ખાતે એક ઐતિહાસિક ઘટના બની હતી. કિન્નર મઠના કિન્નર જયશ્રી દે, પ્રેમીલા દે નાયકના સંપૂર્ણ આર્થિક સહયોગ વડે શહેરમાં સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં 20 યુગલના નિકાહ થયા હતા અને 5 દંપતિ લગ્નના બંધને જોડાયા હતા.
એક જ મંડપમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં સમૂહ લગ્નનું આયોજન એક જ સ્થળે નીકાહ અને લગ્નવિધિ યોજાઈ:અંજારના ટાઉનહોલ ખાતે લગ્ન સમારંભમાં એક સ્થળે સર્વે જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં સવારે લગ્ન ગીત અને રસમ સાથે વર કન્યા અને દુલ્હા-દુલહન સાથે પરિજનો આનંદ ભાવ સાથે ઉજવણીમાં સામેલ થયા હતા. બાદમાં શુભ મુહૂર્તે હિંદુ શાસ્ત્રોક વિધિ સાથે લગ્ન સાથે મુસ્લિમ રીતિ મુજબ નિકાહ પઢાવવાની રસમ અદા કરવામાં આવી હતી.
કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 દંપતીના સમૂહ લગ્નનું આયોજન કોમી એકતાનું ઉદાહરણ:આ સમૂહ લગ્નમાં કચ્છની કોમી એકતાના દર્શન થયા હતા. તેની સાથે સમાજમાં કિન્નરોનું માન પણ વધ્યું હતું. સબકા માલિક એકના સૂત્રને દર્શાવતા સુવિચાર સાથે આ સમૂહ લગ્નમાં નિકાહ પઢાવનાર કચ્છ મુફતી-એ-આઝમનાં ફરઝંદ હઝરત સૈયદ હાજી અર્મીનશા હાજી આમદશા (માંડવી વાળા) પડાવી હતી. તેમજ સપ્તવિધી લાલાભાઇ બી. મારાજ દ્વારા કરાવવામાં આવી હતી.
આ પણ વાંચોLabgrown Diamond Buyer Seller Meet : સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેબગ્રોન ડાયમંડ બાયર સેલર મીટ યોજાશે
વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત:આ આયોજનનાં મુખ્ય દાતા કિન્નર જયશ્રી દે પ્રમિલા દે નાયકને દરેક સમાજનાં ધર્મગુરૂઓ તેમજ આગેવાનો તરફથી શુભેચ્છા મળી હતી. આ આયોજનમાં સમાજનાં ધર્મગુરૂઓ તમામ પક્ષના રાજકિય નેતાઓ અને સામાજીક આગેવાનો તથા વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ આયોજન કરવા બદલ પીર સૈયદ હાજી અનવરશા મહેબુબશા, સાદિક એ. રાયમા (એડવોકેટ) તેમજ સબકા માલિક એક સાર્વજનિક ગ્રુપનાં તમામ સભ્યોને કચ્છની અંદર પ્રથમ વખત આવું સમૂહ લગ્નનું આયોજન કરી અને કોમી એકતા ઉજાગર કરી હતી.
આ પણ વાંચોWedding of Chitrashi Dhruvaditya: ચક દે ઈન્ડિયા ફેમ ચિત્રાશી રાવતે પોતનો જીવનસાથી શોધી લીધો
કચ્છની કોમી એકતા ક્યારેય તૂટી નથી:મુખ્ય દાતા કિન્નર જયશ્રી દે પ્રેમીલા દે નાયકે જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ હતી કે કચ્છના મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો હળીમળીને રહે છે. કચ્છના ઇતિહાસમાં પણ અનેક એવા લોકો થઈ ગયા છે જેમની સામે આપણે કંઈ નથી. કચ્છની અંદર કોમી એકતા તૂટી નથી. અંજાર વિસ્તારમાં કિન્નરો દ્વારા અનેક સેવાકાર્યો થતા રહે છે. સાર્વજનિક ગ્રુપ અને મુસ્લિમ સમાજના સૈયદ બાપુ સર્વે જનો દ્વારા સુંદર મજાની આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા દ્વારા માટે આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે જ્યારે બાકીની તમામ વ્યવસ્થાઓ અને આયોજન હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને કરી છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો લોકોના અને સમાજના સાથ સહકાર સાથે કરવા માટે કિન્નર સમાજ તત્પર છે.